સરોરી બસ સ્ટેશન પર ટીબીની સારવાર લેતાં દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

દાહોદ,તા.-15/04/2023ને શનિવાર નારોજ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ડો.હિતેશ ચારેલ અને સરોરી PHC ના મે.ઓ ડો. રાહુલ સીંધવ તથા ડો.રાધિકા વાઘેલા માર્ગદર્શન હેઠળ સરોરી PHC ના સરોરી સબસેન્ટર પર ટીબીના ચાલુ સારવાર 07 દર્દીઓને ડુંગરા ગ્રામ પંચાયતના સરપંચ રાઠોડ પ્રફુલભાઈ ચંપકલાલ તેમજ સામાજિક કાર્યકતા રાઠોડ ધર્મરાજ ચંપકલાલ દ્વારા દત્તક લઇને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 05 કિલો ઘઉંનો લોટ, 05 કિલો ચોખા, 02 કિલો તેલ, 01 કિલો મગ, 01 કિલો ચણા, 01 કિલો તુવરદાળ આપવામાં આવી હતી. આ પ્રસંગે સરોરી PHC ના આયુષ મે.ઓ. ડો. તૃપ્તિ એમ શાહ અને RBSK મે.ઓ, ડો.કલ્પેશ બામણીયા HWC સરોરી, MPHW પ્રજાપતિ અલ્કેશભાઈ, MPHS પ્રજાપતિ જીજ્ઞેશભાઈ અને તામામ આશા બહેનો હાજર રહ્યા હતા.