સુરત,સુરતમાં સારોલી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન માહિતી મળી હતી કે ઇન્દોરથી ગાંજાનો જથ્થો લઈને બે વ્યક્તિ સુરત નિયોલ ચેકપોસ્ટ પાસેથી પસાર થવાના છે. માહિતીના આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી વોચમેન તરીકે નોકરી કરતા સંજયકુમાર રાજ કુમાર પ્રસાદ જયસ્વાલ ચઉ.૪૦ૃ અને હરી શંકર પ્રયાગશાહ ગુપ્તા ચઉ.૪૦ૃ ને ઝડપી પાડ્યા હતા
પોલીસે બંને આરોપીઓ પાસેથી ૧.૦૫ લાખની કિમતનો ૧૦ કિલો ૫૩૪ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, તેમજ પોલીસ તપાસમાં આ ગાંજાનો જથ્થો સુરતમાં રહેતા મો. મેરાજ ઉર્ફે મીટુ શમી અહમદ અંસારીએ મગાવ્યો હતો અને અંકુશ નામના વ્યક્તિએ ગાંજાનો જથ્થો આપ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો મગાવનાર અને આપનાર બંને વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ, ગાંજા જેવા નશીલા પદાર્થોનો વેપલો અને હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સારોલી પોલીસે બે ઇસમોને ગાંજાના જત્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ જૂનાગઢની કામદાર સોસાયટીમાંથી પોલીસે સાડા ચાર કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.એસઓજીએ બાતમીના આધારે એક મકાન પર દરોડો પાડ્યો અને ઘરની અગાસી પર કુંડામાં વાવેતર કરાયેલા ગાંજાના છોડ અને છૂટક જથ્તો જપ્ત કર્યો. પોલીસે ઝડપેલો આરોપી પોતે ગાંજાનો વ્યસની હતો અને દાહોદથી ગાંજો લાવીને પોતે પીતો હતો. ગાંજાના બીજ નીકળે તેને કુંડા પર અગાસીમાં વાવી દેતો હતો. આરોપી ગાંજાના જથ્થાનું છૂટક વેચાણ પણ કરતો હતો.