ચેન્નાઇ, તમિલ અભિનેત્રી સરન્યા પોનવન્નનના ચાહકો માટે એક આશ્ર્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. પડદા પર માતાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારી આ અભિનેત્રી કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સરન્યા વિરુદ્ધ ફરિયાદ અન્ય કોઈએ નહીં પરંતુ તેના પાડોશીએ નોંધાવી છે. તેની પાછળનું કારણ પણ ઘણું આશ્ર્ચર્યજનક છે.
સરન્યાના પાડોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, જ્યારે તેઓ પાકગની જગ્યા પર લડ્યા ત્યારે અભિનેત્રીએ તેને મારી નાખવાની ધમકી આપી. અહેવાલો અનુસાર, સરન્યા અને તેની પાડોશી શ્રીદેવી વચ્ચે તેમના ઘરની સામે પાકગની જગ્યાને લઈને ઝઘડો થયો હતો. કહેવાય છે કે જ્યારે શ્રીદેવી પોતાની કાર પાકગમાંથી બહાર કાઢી રહી હતી ત્યારે તેણે સરન્યાની કારને લોખંડના ગેટ સાથે અથડાવી હતી, જેના કારણે કારને નુક્સાન થયું હતું. આનાથી સરન્યા અને શ્રીદેવીના પરિવાર વચ્ચે ઝઘડો શરૂ થયો.
રિપોર્ટ્સ અનુસાર, શ્રીદેવીએ સ્થાનિક ચેન્નાઈ પોલીસ સ્ટેશનમાં સરન્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી તેને મૌખિક રીતે હેરાન કરી રહી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે, જ્યારે તેણે અકસ્માતે વાહનને ટક્કર મારી હતી. નુક્સાન પહોંચાડવા બદલ માફી માંગી હતી. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે સરન્યા પોનવન્નને પણ શ્રીદેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને દાવો કર્યો છે કે તે પોતાનો ગેટ ખુલ્લો રાખીને તેમની પાકગ જગ્યામાં ઘૂસણખોરી કરતી રહે છે. સરન્યા પર તેના પાડોશી પર અપમાનજનક નિવેદન કરવાનો પણ આરોપ છે.
સરન્યાએ મણિરત્નમની ’નાયકન’થી અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યું હતું. તેણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો. જો કે, તે તમિલ સિનેમામાં માતાની ભૂમિકા ભજવીને વધુ લોકપ્રિય બની હતી. તે ’રામ’, ’ઓરુ કલ ઓરુ કન્નડી’, ’એમ મગન’, ’કાલાવણી’ અને ’વેલાઈલ્લા પટ્ટાથરી’માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. તે છેલ્લે ’કન્જુરિંગ કન્નપ્પા’માં જોવા મળી હતી અને જયમ રવિને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ’બ્રધર’ સાથે પુનરાગમન કરશે.