સંરક્ષણ બજેટમાં ૫૦,૦૦૦ કરોડનો વધારો થવાની સંભાવના

નવીદિલ્હી,

પાકિસ્તાન બાદ હવે ચીન સરહદ પર પણ સંરક્ષણ પડકારો વધી ગયા છે, તેથી સરકાર સંરક્ષણ તૈયારીઓને સુવ્યવસ્થિત કરવામાં વ્યસ્ત છે. તેની અસર સંરક્ષણ બજેટમાં પણ જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે સંરક્ષણ બજેટમાં લગભગ ૫૦ હજાર કરોડનો વધારો થઈ શકે છે.

નવા વર્ષ માટે સંરક્ષણ બજેટ ૫.૨૫ લાખ કરોડથી વધીને ૫.૭૫ લાખ કરોડ થઈ શકે છે. ટકાવારીમાં આ વધારો ૯૧૦ ટકાની વચ્ચે રહેશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી મોટો વધારો સંરક્ષણ આધુનિકીકરણ બજેટમાં થવાની શકયતા છે. ચાલુ વર્ષ દરમિયાન તે ૧.૫૨ લાખ કરોડ હતો. તેમાં લગભગ ૨૫૩૦ હજાર કરોડ પિયાના વધારાનો અંદાજ છે.

ગયા વર્ષે, આધુનિકીકરણ માટે બજેટમાં લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા વધારો થયો હતો. જે અગાઉના બજેટ કરતા ૧૯ ટકા વધુ છે. આ વખતે પણ આ વૃદ્ધિ ૨૦૨૨ ટકા રહેવાની ધારણા છે. વાસ્તવમાં, નવા નાણાકીય વર્ષમાં, વાયુસેના માટે મહત્વપૂર્ણ એવા ૧૨૬ મલ્ટીરોલ ફાઇટર એરક્રાટની ખરીદી પર પણ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. ઘણા સંરક્ષણ સોદાઓ જે હાલમાં પ્રક્રિયા હેઠળ છે તે અમલમાં મૂકવાનું કરશે જેના માટે મોટી રકમ ચૂકવવાની જર પડશે સૌથી મોટો પડકાર પેન્શનના વધતા બજેટને બચાવવાનો છે, સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી મોટો પડકાર પેન્શનના વધતા બજેટનો છે. વાસ્તવમાં,ઓઆરઓપી ના અમલીકરણ પછી, તેમાં મોટો વધારો થયો છે અને તે ચાલુ વર્ષ દરમિયાન ૧.૧૯ લાખ કરોડ છે. ગયા વર્ષની સરખામણીમાં ત્રણ હજાર કરોડનો વધારો થયો હતો, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. તાજેતરમાં, ભૂતપૂર્વ સૈનિકોની પેન્શન યોજના ઓઆરઓપીમાં સુધારો કરવામાં આવ્યો છે અને ૪.૫૨ લાખ ભૂતપૂર્વ સૈનિકોને આ યોજનામાં જોડવામાં આવ્યા છે. જેના કારણે વાર્ષિક ૮૫૪૦ કરોડ રૂપિયા નો વધારાનો બોજ પડશે, જયારે સામાન્ય વધારો પણ તેની અસર કરશે. એટલા માટે માનવામાં આવે છે કે આ વર્ષે પેન્શન બજેટમાં ૨૦૨૨ હજાર કરોડનો વધારો થઈ શકે છે.

સરકાર સંરક્ષણ તકનીકોના સ્વદેશી ઉત્પાદનના સંદર્ભમાં આત્મનિર્ભર બનવા માટે સતત પ્રયત્નશીલ છે. ગયા બજેટમાં એવી જોગવાઈ હતી કે રિસર્ચ બજેટના ૨૫% ખાનગી રિસર્ચ ઈન્સ્ટિટૂટ, સ્ટાર્ટઅપ અને એકેડેમિઓ ને આપવામાં આવે જેથી દેશમાં ડિફેન્સ ટેકનોલોજીનો વિકાસ થઈ શકે. આ યોજનાના સારા પરિણામો આવ્યા છે. તેથી, આ હેડ હેઠળ એક અલગ રકમ રાખી શકાય છે અથવા હાલની મર્યાદા વધારી શકાય છે.