ફતેપુરા,
ફતેપુરા મામલતદાર કચેરીમાં ફરિયાદીએ દારપણાના દાખલા માટે અરજી કરેલ હોય અને મહિનાનો સમય પુરો થતાં મામલતદાર કચેરીમાં ગયા હતા. અને સર્કલ ઓફિસરને મળ્યા હતા. સર્કલ ઓફિસર દ્વારા ફરિયાદીને અરજીમાં સુધારો તથા ‚ા.૫૦ના સ્ટેમ્પ નવેસરથી કરી ૫૦૦૦/-‚પિયા લઈ આવવા જણાવેલ હતુ. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય મહિસાગર એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. એ.સી.બી. દ્વારા છટકું ગોઠવી આજરોજ સર્કલ ઓફિસરને ૫,૦૦૦/-‚પિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
ફતેપુરા તાલુકાના ફરિયાદીને દારપણાના દાખલાની જ‚રિયાત હોય જેથી ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ગયા હતા. દારપણાનો દાખલો મેળવવા માટે ફરિયાદીના કાકાના છોકરાના નામે મિલ્કત આવેલ હોય જેથી કાકાના છોકરાના નામની અરજી તૈયાર કરાવી મામલતદાર કચેરી ટપાલ શાખામાં તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ આપેલ હતી. એક મહિનાનો સમય થવા છતાં દારપણાનો દાખલો નહિ મળતા ફરિયાદી ફતેપુરા મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસર મંથનકુમાર જીવાભાઈ પરમારને મળ્યા હતા. ત્યારે અરજી કયાંક મુકાઈ ગયલ છે તે શોધી કાઢીને તમને જણાવીશ તેમ કહ્યુ હતુ. ત્યારબાદ ફરિયાદી તા.૦૭/૦૧/૨૦૨૫ના રોજ ફતેપુરા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર આરોપી મંથનકુમાર જીવાભાઈ પરમારને મળ્યા હતા. ત્યારે સર્કલ ઓફિસર દ્વારા ફરિયાદીને અરજીમાં સુધારો તથા ‚.૫૦નો સ્ટેમ્પ અને ૫,૦૦૦/-‚પિયા લઈ આવવા જણાવેલ હતુ. અરજદાર સર્કલ ઓફિસરને લાંચના ૫,૦૦૦/-‚પિયા આપવા માંગતા ન હોય જેને લઈ મહિસાગર એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. અરજદારની ફરિયાદના આધારે મહિસાગર એ.સી.બી.દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ. ત્યારે આજરોજ ફરિયાદી સાથે ફતેપુરા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર મંથનકુમાર જીવાભાઈ પરમાર સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના ૫,૦૦૦/-લેતા આરોપી સર્કલ ઓફિસર મંથનકુમારને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ફતેપુરા મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં આબાદ ઝડપાઈ જતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.