સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે NSS સ્વયંસેવક અભિમુખતા કાયેક્રમ યોજાયો

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા સ્વયં સેવક અભિમુખતા યોજાયો. કોલેજના આચાર્ય ડો. દિવ્યનાથ શુક્લ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ પ્રસંગોચિત ઉદબોધન કરાયું હતું. ત્યારબાદ ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડો. વંદના રામી દ્વારા કાર્યક્રમના મહેમાનનો પરિચય અપાયો હતો. પ્રસ્તુત કાયેક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સી.બી.પટેલ આર્ટસ કોલેજ, નડિયાદના NSS પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રકાશ વિછીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને NSS ના ઉદ્દેશ સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિઓ અંગેની વિગતવાર સમજ આપી હતી. કઠલાલ કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડો. પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને NSS અંગેની માહિતી આપી તે થકી રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવા તેમજ રાષ્ટ્રનિર્માણની આ પ્રક્રિયામાં જોડાવવા પ્રોત્સાહન અપાયું હતું.

પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન NSS ના સ્વયં સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્વયં સેવક વિક્રમ ડાભી, ધ્રુવ ડાભી, રોનક ગોહેલ, શૂરવીર ડાભી, જયેન્દ્ર ચૌહાણ, બળવંત ડાભી, મહેન્દ્ર સોઢા દ્વારા પ્રાર્થનાની પ્રસ્તુતિ કરવામાં આવેલ. NSS સ્વયં સેવક એવા નેત્રા પટેલ, નંદિની રામાનંદી, પલકવાળા, રોનક ગોહેલ, હાર્દિક બારૈયા, કૌશિક ડાભી, જયરાજ ડાભી, નિરજ ઝાલા, નિરજ ડાભી દ્વારા સમાજ સમક્ષ દર્પણ ધરતા એક સામાજીક સમસ્યા તરીકે દહેજ પ્રથાને રજૂ કરતું નાટક અત્યંત પ્રભાવાત્મક શૈલીમાં રજૂ કરાયું હતું. ત્યારબાદ ગત વર્ષ દરમિયાન કઠલાલ કોલેજ દ્વારા NSS અંતર્ગત કરાયેલ વિભિન્ન પ્રવૃત્તિ અંગેનો ચિતાર આપતી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં ટેકનિકલ સહકાર સ્વયં સેવક રાજન ડાભી તેમજ અજય પરમાર દ્વારા અપાયો હતો.

કાર્યક્રમને અંતે કોમર્સ વિભાગના પ્રા. હિતેશ સાધુ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મુખ્ય મહેમાન તેમજ આચાર્ય, અધ્યાપકઓ અને NSS સ્વયં સેવકો દ્વારા એક પેડ ર્માં કે નામ અંતર્ગત કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન કૌશિક ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું.