- SVEEP અંતર્ગત દાહોદ ખાતે યુવા મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા.
દાહોદ,સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત દાહોદ શહેરમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસારવાના હેતુથી દાહોદ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરકારી પોલિટેકનિક કોલેજ દાહોદ ખાતે ‘મતદાન જાગૃત્તિ’ કાર્યક્રમ યોજાયો હતો.
વિદ્યાર્થીઓ, મતદાર જાગૃત્તિ કાર્યક્રમના એમ્બેસેડર બની સો ટકા મતદાન થાય તે માટે જાગૃત્તિ પ્રસરાવે તેમજ પોતાના પરિવાર તેમાંય ખાસ કરીને પરિવારની મહિલાઓ અવશ્ય મતદાન કરે તે વિદ્યાર્થીઓ સુનિશ્ચિત કરે. જે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના 18 વર્ષ પૂર્ણ થયા છે પરંતુ મતદાર તરીકે નોંધણી કરાવી નથી તેઓ ફોર્મ નં. 06 ભરીને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા મતદારોએ મતદાન માટેના શપથ લીધા હતા.