કેન્દ્ર સરકારમાં નોકરી માટે અરજી કરવાની આ એક સરસ તક છે. કોચિન શિપયાર્ડની વિવિધ હોદ્દા માટે જગ્યા છે. જેમાં શીટ મેટલ વર્કર, વેલ્ડર, ફીટર, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, પેઇન્ટર, ઇલેક્ટ્રિશિયન અને ક્રેન ઓપરેટર સહિતની તમામ પોસ્ટ્સ પર ભરતી માટે અરજીઓ માંગવામાં આવી છે. cochinshipyard.com ની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે, ઉમેદવારે માન્ય બોર્ડ / સંસ્થા / યુનિવર્સિટીમાંથી 10 મા ધોરણમાં પાસ થયેલા હોવા જોઈએ. આઈટીઆઈ ડિપ્લોમા પણ માંગવામાં આવેલા છે.
- 30 વર્ષ સુધીના ઉમેદવારો કોચિન શિપયાર્ડ ભરતી માટે અરજી કરી શકે છે.
- સામાન્ય અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 300 રૂપિયા ફી ભરવાની રહેશે.
- જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ 200 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે.
- આ પદ માટેના ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને વ્યવહારિક આધારે કરવામાં આવશે.
- જેમાં 50 ગુણ લેખિત પરીક્ષા અને 50 ગુણ મૌખિક રહેશે.