ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે 1.43 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે અને છેતરપિંડી બીજા કોઈએ નહીં પણ નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા ભેજાબાજે આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપી સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ શૈલેષ ઠાકારે પોતે દિલ્લીનો IAS અધિકારી હોવાનં કહીને સરકારની નોકરીની લાલચ આપીને 27 જેટલા યુવાનો સાથે છેતરપીંડિ કરી ને 1.43 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીએ GPSCમાં નોકરી અપાવવાના બહારને 1.43 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસેને થતાં પોલીસે આરોપી શૈલેષ ઠાકોર સામે ગાંધીનગરના સેક્ટર-7માં પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ નોકરી માટે 1 લાખથી 7 લાખ રૂપિયા લીધા હોવાનું આવ્યું સામે આવ્યું છે. વર્ગ 3 અને ડ્રાઈવરની નોકરી માટે તે યુવાનો પાસેથી પૈસા પડાવતો હતો.
જે જે લોકો પાસેથી આરોપીએ પૈસા પડાવ્યા હતા તે લોકોને દોઢ વર્ષ સુધી નોકરી કે એપોઈન્ટમેન્ટ લેટર ન મળતા સમગ્ર મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા આરોપી બીજુ કોઈ નહીં પણ નવા સચિવાલયમાં ઝેરોક્ષ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ કરતો શૈલેષ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.