કેન્દ્રના લગભગ 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શન ધારકો મોંઘવારી ભથ્થું વધવાની રાહ જોઈ રહ્યા છે. જાણકરી મુજબ જુલાઈમાં આ કર્મચારીઓની સેલરી વધતી મળશે. એમનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધી 28% થઇ ગયું છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ મુજબ ઓછામાં ઓછા 4% સુધી DA વધી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 28% સુધી થઇ શકે છે. એમાં જાન્યુઆરીથી જૂન સુધી 3% અને જુલાઈથી ડિસેમ્બર 2021 સુધી 4% સામેલ થઇ શકે છે. નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે માર્ચમાં જણાવ્યુ હતું કે કેન્દ્રએ કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ફાયદો મળશે અને જુલાઈમાં ત્રણ બચેલ હપ્તા પુરા કરવામાં આવશે.
જુલાઈથી મોંઘવારી ભાથ્થું વધી શકે છે પરંતુ એજ તારીખથી લાગુ કરવામાં આવશે. એટલે કર્મચારીઓને કોઈ એરીયર નહિ મળે.