સરકારી ગોડાઉન ઉપર સરકારી અનાજનો જથ્થો ભરી જતી બે ટ્રકને પત્રકાર ઓળખ આપી રોકી દે.બારીયા તરફ પરત લઈ જઇ ધાકધમકી આપતાં સાગટાળા પોલીસ મથકે ફરિયાદ

ગોધરા,દે.બારીયા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનો જથ્થો ડી.એસ.ડી. દ્વારા પહોંચાડવાનો કોન્ટ્રાકટર ધરાવતા હોય દે.બારીયા ગોડાઉન મેનેજરની સુચનાથી ગોડાઉન ઉપર અનાજનો જથ્થો પહોંચાડવામાં કામગીરી કરેલ તા.8/11/23ની સરકારી ગોડાઉન પરથી ટ્રક જીજે.17.યુયુ.8854 અને ટ્રક જીજે.01.સીવાય.8143 દ્વારા ગોડાઉન ઉ5ર સાદરાનો જથ્થો ભરેલ હોય ટ્રક સેવાનીયા ચોકડી પહોંચતા ફોર વ્હીલમાંં ટ્રક આગળ ઉભી રખાવી અને પત્રકારની ઓળખ આપી ટ્રક ચાલક સાથે તકરાર કરી નજીકની દુકાન ઉપર ટ્રક લેવડાવી હતી અને ટ્રક માંથી જથ્થો નીચે ઉતારી વજન કરાવતા એક કટ્ટામાં 50 કિલો વજન પુરેપુરો માલુમ પડતા આખી ટ્રક વજન કરાવા દે.બારીયા લઇ જવી પડશે. તેમના દ્વારા ગોડાઉન મેનેજરને ફોન કર્યા હતા. તેની જાણ થતાં તેમની સાથે ટેલિફોનીક વાત કરી કહ્યુંં હતું કે, ટ્રકમાં જીપીએસ અને લોડ સેન્સર આવેલ છે. આ ગાડીમાં જથ્થો છે તે દે.બારીયામાં લઈ જવાય તેમ છતાંં આ પત્રકારની ઓળખ આપતા ઈસમો દ્વારા સેવાનીયા ચોકડીથી નગવવા ચોકડી સુધી 5 કિ.મી.સુધી ડ્રાઈવરને ધાકધમકી આપી અમે પત્રકાર છીએ. પોતાનું કામ કલ્પેશ ચૌહાણ દાહોદમાં આમીદ મીડીયા લાઈવના ચીફ બ્યુરો છું આમ ટ્રકનો અઢી કલાક સમય બગાડી તકરાર કરી જોઈ લઈશુંં તેમ કરીને સરકારી કામમાં રૂકાવટ કરેલ હોય આ બાબતે સરકારી સસ્તા અનાજનો ટ્રકમાં પહોંચાડવાનો કોન્ટ્રાકટર ધરાવતા કોન્ટ્રાકટર દ્વારા સાગટાળા પોલીસ મથકે લેખિત રજુઆત કરાઈ છે.