સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા ખાતે NSS તેમજ G20 અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યકમ યોજાયો

ગોધરા,સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા ખાતે જિલ્લા સેવા સદન, ગોધરાના સહયોગ થી મતદાર જાગૃતિ અભિયાન યોજાયું. આચાર્ય પ્રો. એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઇલેક્ટ્રિકલ વિભાગના અધ્યાપક તેમજ NSS યુનિટના કોર્ડિંનેટર પ્રો. દીક્ષિત પાઠક અને મિકેનિકલ વિભાગના અધ્યાપક તેમજ G20 કોર્ડિંનેટર પ્રો. હાર્દિક શુક્લ દ્વારા આયોજિત આ કાર્યકમ નાયબ મામલતદાર ગોધરા મનીષાબેન અને તેજલબેન દ્વારા કોલેજના 90 કરતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઇલેક્શન કમિશનની વેબસાઈટ, એપ્લિકેશનનો ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા માટે, વિવિધ ફેરફાર કરવા માટે, નામ કમી કરવા માટે તેમજ આને માટે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, કઈ રીતે અપલોડ કરવા વિગેરે વિવિધ માહિતી આપવામાં આવી હતી. પ્રો. હાર્દિક શુક્લએ તેજલબેન તેમજ મનીષાબેનનો તેમજ પ્રો. પ્રકાશ વસાવા અને પ્રો. અંકિત ધીમ્મરનો સહકાર બદલ સંસ્થાના આચાર્ય વતી આભાર માન્યો હતો.