સરકારી ઇજનેરી કોલેજ, ગોધરાના વિદ્યાર્થીઓએ IACE ગાંધીનગર ખાતે તાલીમ મેળવી

ગોધરા,

સરકારી ઇજનેરી કોલેજ,ગોધરા ના મિકેનિકલ ઇજનેરી અને વિદ્યુત ઈજનેરી વિભાગ ના પ્રિ ફાઇનલ યરના 32 જેટલા વિદ્યાર્થીઓએ “ઇલેક્ટ્રિક વિહીકલ” વિષય પર ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ફોર એક્સેલન્સ ગાંધીનગર સેન્ટર ખાતે તાલીમ મેળવી હતી. આ તાલીમ તેઓ રાજ્ય સરકારની CTE-GKS-RUSA સ્કીમ અંતર્ગત એક અઠવાડિયાની થિયરી અને પ્રેક્ટિકલ સાથેની સંપૂર્ણ તાલીમ મેળવી હતી. સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય પ્રો એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ RUSA કોર્ડિંનેટર પ્રો.નિતિ દેસાઈ, પ્રો.હાર્દિક શુક્લ, પ્રો.અંકિત બ્રહભટ્ટ, વિગેરે તમામ અધ્યાપકોના સહયોગ થી આયોજન કરેલ હતું. ઉપરોક્ત તાલીમ વિદ્યાર્થી ઓ મેળવી રહ્યા છે. સદર કાર્યક્રમના તાલીમાર્થી અક્ષર અને રોનિત એ જણાવ્યું હતું કે, આ તાલીમ થી અમારી મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખામાં મહત્વની અને ઇલેક્ટ્રિક વિહિકલ ડિઝાઇન અને ફ્યુચર વિહીકલ ટેક્નોલોજી ડિઝાઇન સ્કિલ વિકસિત થઇ છે. ઉપરાંત અમારા સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓને આવી સરસ તાલીમ મળવાથી અમને કેરિયરમાં ઇન્ડસ્ટ્રીમાંઆનો ખુબ ફાયદો મળશે. પ્રો.હાર્દિક શુક્લ એ જણાવ્યું હતું કે, ઈCTE,RUSA, GKS, IACE તેમજ સંસ્થાના આચાર્ય પ્રો.એ.કે. પટેલ, સંસ્થાના RUSA કોર્ડિંનેટર નિતિ દેસાઈ અને સ્ટેટ લેવલ કોર્ડિંનેશન ડો.શ્રેયા મહેતાના સહયોગ અને માર્ગદર્શનથી આગામી દિવસોમાં આ પ્રકારની વધુ તાલીમોનું આયોજન કરવામાં આવશે. જેથી વિદ્યાર્થી ઓને ટેક્નિકલ સ્કિલ ડેવલોપમેન્ટની તક મળી શકે.