સરકારી ઇજેનેરી કોલેજ, ખાતે G20 ટીમના સહયોગ અંતર્ગત સ્વ રોજગાર અને ઉદ્યોગ સહકારિતા અંગે સેમિનાર યોજાયો

દાહોદ,એપ્રિલના રોજ સરકારી ઇજેનેરી કોલેજ, દાહોદ ખાતે “સ્વ રોજગાર અને ઉદ્યોગ સહકારિતા” અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમનું આયોજન સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સંયુક્ત રીતે આઈઆઈસી, એસએસઆઈપી 2.0 તથા G20 ટીમના સહયોગમાં કરવામાં આવ્યું હતું.

સેમીનારમાં મનસુખજી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જેમાં મનોહરજી, ગુજરાત પ્રદેશ સંગઠક, સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વાવલંબન અને ઉદ્યોગ સહકારિતાનું મહત્વ વિવિધ જીવંત ઉદાહરણો દ્વારા સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું. મહેશ વસૈયા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓને સ્વ રોજગાર અને ઉદ્યોગો શરૂ કરવા માટે જરૂરી સરકાર તરફથી મળતી વિવિધ આર્થિક સહાય અંગેની માહિતી આપવામાં આવી હતી.

સેમીનારમાં વર્માજી ઇ.ડી.આઈ.આઈ. ગાંધીનગર દ્વારા હસ્તકલા સેતુ યોજના અંતર્ગત દાહોદ જીલ્લામાં થતી વિવિધ કામગીરી તેમજ સહાય અંગેની માહિતી આપવામાં આવી. દાહોદ જીલ્લાના વિવિધ હસ્તકલા કારીગરો દ્વારા નિર્માણ પામેલા કલાકૃતિઓની પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમનુ આયોજન કોઓર્ડિનેટરઓ ડો. નીરવ ઉમરાવીયા, ડો. દીપેન કોન્ટ્રાક્ટર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.