દાહોદ, સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આઓરીએન્ટેશન કાર્યક્રમમાં સંસ્થા ખાતે આવેલ તમામ વિદ્યાશાખાઓના વડાઓ, અધ્યાપકગણ તેમજ પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે હાજરી આપેલ. આ ઓરિએન્ટેશન કાર્યક્રમમાં વિધાર્થીઓને સંસ્થા ખાતે ભણાવવામાં આવતા જુદા જુદા અભ્યાસક્રમો વિશેની વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ પ્રાધ્યાપકો સાથે તેમનો પરિચય કરાવવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના એસ.એસ.આઈ.પી. કો-ઓર્ડીનેટર દ્વારા ગુજરાત સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી (એસ.એસ.આઈ.પી.) યોજના વિષે વિસ્તૃત છણાવટ કરવામાં આવી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રાધ્યાપકો દ્વારા જુદા જુદા વિભાગોની મુલાકાત લઈને સંસ્થાનું નિદર્શન કરાવવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાની ઇન્ડકશન પ્રોગ્રામ કમિટી દ્વારા થયો હતો.