ગોધરા, સરકારી ઈજનેરી કોલેજ, ગોધરાના NSS સેલ દ્વારા રાષ્ટ્રીય યુવા દિન નીમીત્તે તેમજ ઉત્તરાયણ પર્વના સંદર્ભમાં નજીકમાં આવેલ છબનપુર અને નસિરપુર ખાતે આવેલ ધોરણ 1 થી 5 તેમજ ધોરણ 6 થી 8 ની બંને પ્રાથમિક શાળા ઓના બાળકોને સ્વામી વિવેકાનંદજી વિશે માહિતી પ્રો દીક્ષિત પાઠક, પ્રો હાર્દિક શુક્લ, પ્રો એસ.એલ.પંચાલ, પ્રો નીતિ દેસાઈ વિગેરે દ્વવારા આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને દોરી, પતંગની ભેટ આપવામાં આવી હતી. તેમજ દરેક વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન તેમજ ફ્રૂટનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. સ.ઈ.કો, ગોધરાના NSS યુનિટ દ્વારા આચાર્ય પ્રો એ.કે.પટેલ અને ખાતાના વડાઓ દ્વારા સ્ટેશનરી કીટ પણ ભેટ આપવામાં આવી હતી.આ કાર્યકમનું આયોજન NSS ના સ્વયંસેવકો વિશાલ જે સિંઘ, અમન, કાંક્ષી જોષી, અક્ષર દલવાડી, પ્રિયા ચૌહાણ તથા અંદાજે 30 જેટલાં વિદ્યાર્થી ઓ અને NSS કોર્ડિંનેટર ટીમના પ્રો એન.જે.પરમાર, પ્રો દીક્ષિત પાઠક, પ્રો હાર્દિક શુક્લ વિગેરે અધ્યાપકોએ આચાર્ય પ્રો એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. જેમાં પ્રો એસ.એલ.પંચાલ, પ્રો જી.એ.રાઠવા, પ્રો નીતિ દેસાઈ, પ્રો વિપુલ ભટ્ટ, પ્રો કે.પી.શાહ,પ્રો ડી એસ ઉપાધ્યાય,પ્રો ગોપી દામલે, પ્રો જે.એન.સુતરીયા,પ્રો એ.ડી.ધીમ્મર સીતાબેન સેલોત, ટ્વિંકલબેન રાણા, મૌલિકાબેન વિગેરેનો પણ સહકાર મળી રહ્યો હતો. પ્રો એન.જે.પરમાર એ જણાવ્યું હતું કે, 2 દિવસના આ કાર્યકમમાં શાળાના 300 જેટલાં વિદ્યાર્થી ઓ, તમામ શિક્ષકો, આચાર્ય અને અન્ય બાળકો પણ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને કાર્યક્રમની મજા માણી હતી. બંને શાળાના આચાર્યએ NSS યુનિટ સરકારી ઈજનેરી કોલેજ, ગોધરાનો ખુબ ખુબ આભાર માન્યો હતો.