દાહોદ,સરકારી ઇજનેરી કોલેજ દાહોદ ખાતે ડ્રોન ઈકોસિસ્ટમ, રૂલ્સ અને રેગ્યુલેશન વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર દરમ્યાન ડ્રોન લાઇસન્સ, ડ્રોનની ઉપયોગિતા વિશે વિદ્યાર્થીઓને સમજની સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડ્રોનના પ્રકાર, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ વિષય પર મુકેશ ગુપ્તા દ્વારા વિસ્તૃતમાં માહિતી આપી સમજાવવા આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સેટેલાઇટ દ્વારા ઇમેજના ઉપયોગ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી સેમિનારનો લાભ લઇ ડ્રોનના સંચાલન અંગે માહિતગાર થયા હતા.