સરકારી કોલેજ, કઠલાલના RSS સ્વયં સેવકની મનાલી ખાતે યોજાનાર નેશનલ એડવેન્ચર કેમ્પ માટે કરાઈ પસંદગી

સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવક કૌશિક ભરતભાઈ ડાભીની આગામી તા. 05 નવેમ્બર 2024 થી તા. 14 નવેમ્બર 2024 દરમિયાન ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા હિમાચલ પ્રદેશના મનાલી સ્થિત અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યુટ ફોર માઉન્ટેનરીંગ એન્ડ એલાઇડ સ્પોર્ટ્સ ખાતે આયોજીત થનાર નેશનલ એડવેન્ચર કેમ્પ માટે સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા પસંદગી કરાઈ છે. સરકારી કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવક એવા કૌશિક ભરતભાઈ ડાભી પ્રસ્તુત એડવેન્ચર કેમ્પમાં સરદાર પટેલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. નેશનલ એડવેન્ચર કેમ્પ માટે કૌશિક ભરતભાઈ ડાભીની પસંદગી થવા બદલ કોલેજના આચાર્ય ડો. દિવ્યનાથ શુક્લ, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ પટેલ તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.