‘No Line, On Line‘ અમલીકરણની સૈદ્ધાંતિક વાતો વ્યવહારમાં લાવી લાઇનમાં ઊભા રહેતાં લાખો વિદ્યાર્થીઓના લાખો કલાક વેડફાતા બચાવવા સરકાર પાસ કઢાવવાની પ્રક્રિયામાં ફેરફાર કરે : દિનેશ બારીઆ.
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ આજે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો છે અને સરકારમાં તથ્યો અને વાસ્તવિકતા સાથે રજૂઆત કરી છે. આ રજૂઆત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ઇ મેઇલ દ્વારા કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ગુજરાતમાં શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓ સરકારી બસમાં અપ ડાઉન કરે છે અને શિક્ષણ મેળવી રહ્યા છે. આ અપ ડાઉન કરતાં તમામ વિદ્યાર્થીઓને જે તે બસ ડેપોમાંથી બસ પાસ કઢાવવાની તથા સમયાતરે રીન્યુ કરવાની જરૂર પડે છે અને લાખો વિદ્યાર્થીઓનો સમય, દિવસો વેડફાઇ છે અને આ દરમિયાન શૈક્ષણિક કાર્યથી પણ દુર રહેવું પડે છે તેના ઉકેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે, ઘક્ષ કશક્ષય બસ પાસ કઢાવવાની વ્યવસ્થા કરવામાં આવે, પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને લાખો વિદ્યાર્થીઓના લાખો કલાક વેડફાતા બચાવવા માટે સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવે તે બાબતની રજૂઆત કરવામાં આવી છે. અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ જે તે એસટી બસ ડેપોમાં બસ પાસ કઢાવવા લાંબી લાઇનમાં આખો દિવસ ઉભા રહેતા જોવા મળે છે. ક્યારેક વિજળી ના હોવાના કારણે, ટેકનીકલ ખામીના કારણે કે પછી જે તે કર્મચારીની ગેરહાજરીના કારણે બસ પાસ કઢાવવા માટે બીજો ત્રીજો દિવસ પણ થઈ જાય છે. લાંબી લાઇનમાં આખો દિવસ ઉભા રહેવું, કોઈ કારણસર બે ત્રણ દિવસ સુધી પાસ કઢાવવા માટે વિલંબ થવો જેવા અનેક કારણોસર લાખો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યના દિવસોમાં ગેરહાજર રહે છે અને જેના કારણે શૈક્ષણિક અભ્યાસક્રમમાં નુકસાન થાય છે. ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓના લાખો કલાક બરબાદ થાય છે. અન્ય બીજા કારણો ઉપર નજર કરીએ તો ખાસ કરીને છોકરીઓ સાથે આવા સમયે શારીરિક છેડછાડ જેવા બનાવો પણ બનવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આવા અનેક કારણો વિદ્યાર્થીઓને નુકસાન કરનારા દેખાય છે ત્યારે, સરકારે લાખો વિદ્યાર્થીઓના હિતમાં, શૈક્ષણિક કાર્યમાં નુકસાન ના થાય એ માટે તથા છોકરીઓની સુરક્ષા અને સલામતી માટે “બસ પાસ” કઢાવવાની હાલની પ્રક્રિયામાં ફેરફાર કરવો જોઈએ.
આમ પણ સરકાર “No Line, On Line” ની સૈદ્ધાંતિક વાતો કરી ડીજીટલ સિસ્ટમને વેગ આપી રહી છે જે આવકાર્ય છે અને આજના સમયમાં જરૂરી પણ છે પણ ક્યાંક હજું વ્યવહારમાં જોવા મળતું નથી. આજે પણ કેટલીક જગ્યાએ “Only Line” સિસ્ટમ જોવા મળે છે તેમાં સુધારો કરવાની તાત્કાલિક જરૂર જણાય છે.
જે વિદ્યાર્થીઓ શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીનો પ્રચાર પ્રસાર, મહત્વ અને જરુરીયાત વિશે અભ્યાસ કરી રહ્યા છે તેમને જ જો આધુનિક સિસ્ટમ સાથે જોડવામાં નહીં આવે, એમને જ જો વ્યવસ્થા આપવામાં નહીં આવે તો, ખેડૂતો, નાના વેપારીઓ, સામાન્ય નાગરિકો ને ટેકનોલોજી સાથે કેવી રીતે જોડી શકીશું ?? આ સવાલ છે.
તેથી, જે વિદ્યાર્થીઓ સરકારી બસમાં અપ ડાઉન કરીને શિક્ષણ મેળવી રહ્યા છે તેઓ માટે (1) જે તે શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજમાં જ “બસ પાસ ” કાઢી આપવા, રીન્યુ કરાવાની વ્યવસ્થા કરવામાં આવે અથવા (2) મોબાઈલ તથા ટેકનોલોજી ના જમાનામાં કોઈ એપ બનાવવામાં આવે કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ જાતે પ્રોસેસ કરીને “બસ પાસ” કાઢી શકે. અથવા (3) બસ કંડકટરને એવા સોફ્ટવેર સાથેનું ઉપકરણ આપવામાં આવે કે જેમાં અપ ડાઉન કરતાં તમામ વિદ્યાર્થીઓનો ડેટા હોય જેનાથી જાણી શકાય અને સરળ વ્યવસ્થા ક