સરકારી કર્મચારીઓ માટે હાલ ખુશીના સમાચાર આવી રહ્યા છે. જો પતિ અને પત્ની બંને કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (સીસીએસ-પેન્શન) 1972 ના નિયમો હેઠળ આવરી લેવાયા હોય તો તેમના બાળકો તેમના મૃત્યુ પર માતા અને પિતા બંનેનું પેંશન મળી શકે.આ પેન્શનની મહત્તમ મર્યાદા 1.25 લાખ રૂપિયા સુધીની રહેશે પરંતુ, આ માટે કેટલાક નિયમો અને શરતો છે, જે પૂર્ણ થાય તો જ તમે આ પેંશન મેળવવાના હકદાર બનો.ચાલો જાણીએ નિયમો શું છે?
કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન પર નવા નિયમો :
કેન્દ્ર સરકાર હાલ તેના કર્મચારીઓ સાથે જ તેમના પરિવારને પણ સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ, 1972 ના નિયમ 54 ના પેટા નિયમ-11 હેઠળ જો પતિ અને પત્ની બંને સરકારી નોકર હોય અને તે નિયમ હેઠળ આવરી લેવામાં આવ્યા હોય તો આ સમયે બાળકો માતા-પિતા બંનેનું પેન્શન મેળવવા માટેના હકદાર બનશે.
નિયમો અનુસાર જો માતાપિતામાંથી કોઈપણ એક વ્યક્તિ ચાલુ ફરજે અથવા તો નિવૃત્તિ પછી મૃત્યુ પામે છે તો તે પેન્શન હયાત માતાપિતા એટલે કે મૃત વ્યક્તિના જીવનસાથીને મળે છે અને બંનેના મૃત્યુ પર તેમના બાળકોને આ બે ફેમિલી પેન્શન મળશે. ચાલો આ અંગે થોડી વધુ માહિતી મેળવીએ.
અગાઉ પેન્શન પર આ હતા નિયમ :
જો માતા-પિતા બંને નિવૃત્તિ પહેલા અથવાતો પછી મૃત્યુ પામ્યા હોય તો નિયમ 54 ના પેટા નિયમ (3) મુજબ બાળકોને મળનારી બે પેંશનની મર્યાદા 45 હજાર રૂપિયા હતી. નિયમ 54 ના પેટા નિયમ (2) મુજબ પરિવારની બંને પેંશન 27 હજાર પ્રતિ મહિના લાગુ પડે છે. પેંશનની મર્યાદા છઠ્ઠા વેતન આયોગ મુજબ સીસીએસ નિયમોના રુલ 54(11) અંતર્ગત વધુમાં વધુ 90 હજાર રૂપિયા પ્રતિ માસ ચુકવણી અથવા તો 50 ટકા અને 30 ટકાના દર પર ચુકવણી થશે.
પેંશનનો નવો નિયમ :
સાતમા પગાર પંચ પછી સરકારી નોકરીઓમાં ચુકવણીને સુધારીને દર મહિને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. ત્યારથી બાળકોને આપવામાં આવતા પેન્શનમાં ફેરફાર થયો છે. પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) ની સૂચના અનુસાર, બે મર્યાદાને બદલીને દર મહિને 1.25 લાખ રૂપિયા અને દર મહિને 75,000 રૂપિયા કરવામાં આવી છે.