સરકારી બાબુ આચાર સંહિતાનો ભંંગ કરી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહનું સ્વાગત કરતા જોવા મળ્યા

ગોધરા, મહિસાગર જીલ્લાના ખાનપુરના ખુટેલાવ ગામે પંચમહાલ લોકસભા ભાજપના ઉમેદવારની પ્રચાર જનસભામાં સરકારી કર્મચારી એવા ખાનપુર તલાટી મંડળના પ્રમુખ સ્ટેજ ઉપર ઉમેદવારનુંં સ્વાગત કરી સરેઆમ આચાર સંહિતાનો ભંગ કરતાં જોવા મળ્યા હતા.

પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ પ્રચાર અર્થે ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામે જનસભા યોજી હતી. આ જનસભામ રાખવામાં આવી હતી. આ રાજકીય પક્ષના ઉમેદવારની જનસભા હોય તેમાં સરકારી કર્મચારી હાજરી આપે તો આચાર સંહિતાનો ભંગ ગણાય છે. તેમ છતાં ખાનપુર તાલુકા તલાટી મંડળના પ્રમુખ રમેશભાઇ જવરાભાઇ ડામોર ઉમેદવારની જનસભામાં સ્ટેજ ઉપર ઉમેદવારનું સ્વાગત કરતાં જોવા મળ્યા હતા. સરકારી કર્મચારીઓ આચાર સંહિતાનો ભંગ કરીને રાજકીય પાર્ટીની પ્રચાર સભામાં ઉમેદવારનુંં સ્વાતગ કરતાં દેખાતા સરકારી કર્મચારીને રાજકારણનો રંગ લાગેલ જોવા મળ્યો છે. સરકારી કર્મચારી દ્વારા થયેલ આચાર સંહિતાના ભંગમાંં જીલ્લા ચુંટણી અધિકારી, કર્મચારી સામે કાર્યવાહી કરશે ?