સરકારી અનાજની ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરતા હોવાની આશંકાએ ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં 4 વેપારીઆને ત્યાં ફતેપુરા મામલતદારની રેડ

  • શંકાસ્પદ અનાજના સેમ્પલો લેવાયા અને પૃથ્થકરણ માટે દાહોદ કલેકટર કચેરી ખાતે ઋજક માં મોકલી અપાયા

દાહોદ,\ફતેપુરા તાલુકાના મામલતદાર એન એસ વસાવાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રેમચંદ કિશોરી અગ્રવાલ,સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલ,પંકજ તારાચંદ અગ્રવાલ અને જગદીશચંદ્ર નાગરમલ અગ્રવાલ એ રીતના ચાર વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે અને આ અનાજને અન્ય અનાજ સાથે ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરે છે. આવી ચોક્કસ મળેલી બાતમીના આધારે ફતેપુરા મામલતદાર એન એસ વસાવા તેમજ ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર કેયુર રાણા અને ફતેપુરા તાલુકાના રેવન્યુ તલાટી સહિતની ટીમ દ્વારા ફતેપુરા નગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આ ચારેય વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી અને તેમને ત્યાંથી મળી આવેલા ઘઉં, ચોખા અને બાજરી ના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ તમામ સેમ્પલો પૃથક્કરણ માટે દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીમાં ઋજકમાં મોકલી આપવામાં આવ્યા છે.

વધુ માહિતી પૃથ્થકરણ થયા બાદ ઋજકનો રિપોર્ટ આવશે ત્યારે જાણવા મળશે.