પંચમહાલમાં સરકારી અધિકારીઓની વોટ્સએપમાં લાઇવ લોકેશન શેર કરી જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ.

પંચમહાલમાં સરકારી અધિકારીઓની વોટ્સએપમાં લાઇવ લોકેશન શેર જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ.

પંચમહાલમાં ખાણ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની જાસૂસીનો ઘટસ્ફોટ થતા સરકારી બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરી અન્ય ગ્રુપમાં શેર પણ કરવામાં કરાયા હોવાનું બહાર આવ્યું છે.

આ રીતે થાય છે સરકારી અધિકારીઓની ગાડીઓ ની જાસૂસી…સાંભળો આ ઓડિયો…

  • ઓડિયોમાં ગોધરાનાં SDM, હાલોલનાં SDM ની હિલચાલ અંગેની માહિતી પણ શેર કરાઈ
  • પંચમહાલમાં ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓની જાસૂસી કરતા હોવાનો ઘટસ્ફોટ
  • ખનીજ માફીયાઓ અધિકારીઓનાં લોકેશન ટ્રેસ કરતા હોવાનો થયો ઘટસ્ફોટ
  • વોટ્સએપ ગ્રુપની તપાસ કરી તમામ ખનીજ માફિયાઓને ઝડપી કાર્યવાહી કરવાની માંગ

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. જેમાં પંચમહાલમાં ખાણ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની જાસૂસીનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન પણ ટ્રેસ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ માફીયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. તેમાં અધિકારીઓનાં લોકેશન પણ શેર કરાતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

ખનીજ માફીયાઓ દ્વારા અધિકારી ઓફીસથી કઈ બાજુ જઈ રહ્યા છે. તેમજ દરોડા પાડતી વખતે અધિકારી ક્યાં પહોંચ્યા. તેવી તમામ માહિતી ગ્રૂપમાં માફિયાઓ શેર કરી રહ્યા છે. તેમજ અધિકારીઓની કાર કઈ બાજુ ગઈ તેની માહિતી ગ્રુપમાં ઓડિયો મુકી શેર કરવામાં આવતી હતી. ત્યારે ખનીજ માફીયાઓ દ્વારા ખાણ-ખનીજ અધિકારીઓની જાસૂસી કરી રહ્યા હોવાનો ધડાકો થવા પામ્યો છે.

તેમજ ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીની કાર પાછળ માણસ રાખી સતત લાઈવ લોકેશન વોટ્સએપમાં શેર કરવામાં આવતા હતા. તેમજ ઓડિયો દ્વારા અધિકારીનું લોકેશન મોકલી દરોડાની કાર્યવાહીથી બચી ખનીજ માફીયાઓને લોકેશન મોકલી સાવચેત કરી દેવામાં આવે છે ખનીજ માફિયાઓનાં ગ્રુપનાં ઓડિયો મેસેજ છે. તેમજ ઓડિયોમાં ગોધરાનાં SDM, હાલોલનાં SDM ની હિલચાલ અંગેની માહિતી પણ શેર કરાઈ હતી.

ખનીજ માફીયાઓ દ્વારા બનાવવામાં આવેલ ગ્રુપમાં પુરવઠા અધિકાર, ઘોઘંબા મામલતદારનું લોકેશન પણ ગ્રુપમાં શેર કરાયું હતું. અધિકારીઓની જાસૂસીને લઈ હવે અધિકારીઓની સુરક્ષા અને ખનીજ ચોરી સામે મોટો પડકાર છે. ત્યારે હવે વોટ્સએપ ગ્રુપની તપાસ કરી તમામ ખનીજ માફિયાઓને ઝડપી લેવા માંગ ઉઠી છે.