
મહીસાગર,
સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની ઉજવણી નિમિતે મહીસાગર જિલ્લાના સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે કલેકટર ભાવિન પંડ્યાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પેન્ટ-શર્ટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે મહીસાગર કલેકટર ભાવિન પંડ્યા દ્વારા આવનારા સમયમાં ભણી ગણી ખૂબ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓની માહિતી આપી અને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શાળાના બાળકોને 170 જેટલા પેન્ટ-શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર સી.વી. લટા, સંતરામપુર મામલતદાર, શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.