નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જજની નિમણૂક અંગે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે મોકલાવેલી ભલામણ પૈકી ૨૦ ફાઈલ પરત મોકલી છે અને તે અંગે ફેરવિચાર કરવા કહ્યું છે. તેમાં એડવોકેટ સૌરભ કિરપાલની ફાઈલનો પણ સમાવેશ છે કારણ કે કિરપાલે પોતે જાહેરમાં કહ્યું છે કે તે (સમલિંગી) છે. સરકારે કોલેજિયમ તરફથી જે નામ આવ્યા છે તે પૈકી કેટલાક નામ સામે ગંભીર રીતે વાંધો ઉઠાવ્યો છે અને ગત ૨૫ નવેમ્બરે ૨૦ ફાઈલ પરત મોકલી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. આ ૨૦ પૈકી ૧૧ નવા નામ છે જ્યારે નવના નામ કોલેજિયમે ફરીથી મોકલ્યા હતા.
કિરપાલનાં નામની ભલામણ તત્કાલીન ચીફ જસ્ટિસ એન.વી. રમણાની આગેવાની હેઠળની કોલેજિયમે કરી હતી. સૌરભ કિરપાલ પૂર્વ ચીફ જસ્ટિસ બી.એન. કિરપાલના પુત્ર છે. કિરપાલે તાજેતરમાં કહ્યું હતું કે તેમનાં નામ અંગે નિર્ણય ન લેવાયો તે પાછળનું એક કારણ તેઓ પોતે સમલિંગી (ગે) છે તે હોઈ શકે છે. અગાઉ સુપ્રીમ કોર્ટે જજની નિમણૂક માટે કોલેજિયમની ભલામણને મંજૂરી આપવામાં કેન્દ્રના વિલંબ સામે નારાજગી દર્શાવી હતી. કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે આવું વલણ નિમણૂકની પ્રક્રિયાને અકળાવનારી બનાવે છે.જસ્ટિસ એસ કે કૌલ અને એ એસ ઓકાની બેન્ચચેચ જણાવ્યું હતું કે, ’સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે જજોને નીમવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સમય નિર્ધારિત કર્યો હતો. તેને વળગી રહેવું જરૂરી છે.’ જસ્ટિસ કૌલે ટિપ્પણી કરી હતી કે, ’નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન એક્ટ સંતોષકારક નહીં હોવાને કારણે સરકાર નાખુશ છે. જોકે, કાયદાના પાલન માટે આ કારણ યોગ્ય નથી.’ સુપ્રીમ કોર્ટે ૨૦૧૫ના ચુકાદામાં એક્ટ એન્ડ કોન્સ્ટિટ્યુશન (૯૯ એમેન્ડમેન્ટ) એક્ટ, ૨૦૧૪ને નકારી કાઢ્યા હતા. તેને લીધે વિવિધ કોર્ટમાં જજોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ ફરી અસ્તિત્વમાં આવી હતી.
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરમણીને જણાવ્યું હતું કે, ’વાસ્તવિક્તા એવી છે કે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામ સહિતની યાદીને સરકારની મંજૂરી મળી નથી.’ બેન્ચે પ્રશ્ર્ન કર્યો હતો કે, સિસ્ટમ કેવી રીતે ચાલશે? અમે અમારી નારાજગી જણાવી દીધી છે.’ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૦ એપ્રિલે જજોની નિમણૂક માટે નિર્ધારિત કરેલી સમય મર્યાદાનો ’ઇરાદાપૂર્વક અનાદર’ કરવાની અરજી અંગે સુનાવણી કરતી વખતે આવી ટિપ્પણી કરી હતી.
બેન્ચે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં જજોની નિમણૂક માટે હાથ ધરવામાં આવતી પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, ’કોલેજિયમ નામ પર મહોર મારે એટલે પ્રક્રિયા પતી ગઈ હોવાનું માનવામાં આવે છે. એવી સ્થિતિ શક્ય નથી જેમાં નામોની ભલામણ કરવામાં આવી હોય અને સરકાર તેને મંજૂરી ન આપે.’ બેન્ચના જણાવ્યા અનુસાર કેટલાક નામને તો લગભગ દોઢ વર્ષથી સરકારની મંજૂરી મળી નથી. બેન્ચે કેન્દ્રને જણાવ્યું કે ’નિમણૂકની પ્રક્રિયામાં વિલંબને કારણે બેન્ચમાં પ્રમોશન માટે કેટલાક વકીલોએ આપેલી મંજૂરી પાછી ખેંચી રહ્યા છે. સરકાર અમુક વખત કોલેજિયમની ભલામણમાંથી માત્ર એક નામ પસંદ કરે છે.’