સરકારે પેન્શનને લઈને લીધો આ મોટો નિર્ણય, આ નિયમોને કરી દીધા રદ

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા સંરક્ષણ કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે 1 ઓક્ટોબર, 2019 થી વધી રહેલા પરિવાર પેન્શન માટેની લઘુતમ સેવાની જરૂરિયાત નાબૂદ કરી દીધી છે. આ બાબતની જાણકારીનું સંરક્ષણ મંત્રાલયે નિવેદન જારી કર્યું છે.

સંરક્ષણ કર્મચારીઓના પરિવારને ઇઓએફપી આપવા સતત 7 વર્ષની સેવાનો હતો નિયમ

જણાવી દઈએ કે હવે સંરક્ષણ કર્મચારીઓના પરિવારને ઇઓએફપી (EOFP) આપવા માટે સતત 7 વર્ષની સેવાનો નિયમ હતો. પરંતુ હવે આ જરૂરિયાત દૂર થઈ ગઈ છે. વધેલા ઇઓએફપી સશસ્ત્ર દળના કર્મચારીઓના અગાઉના પગારના 50 ટકા છે, જ્યારે સામાન્ય કુટુંબ પેન્શન (ઓએફપી) કર્મચારીઓના અગાઉના પગારના 30 ટકા જેટલો હોય છે.

કર્મચારીની મૃત્યુની તારીખથી 10 વર્ષ માટે ચૂકવવામાં આવે છે

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇઓએફપી સંરક્ષણ કર્મચારીઓના અગાઉના પગારના 50 ટકા હોય છે અને સેવા- સર્વિસ દરમિયાન કર્મચારીની મૃત્યુની તારીખથી 10 વર્ષ માટે ચૂકવવામાં આવે છે. તેમણે કહ્યું કે, સતત 7 વર્ષ ફરજિયાત સેવા સમાપ્ત કરવાની સમયમર્યાદા 1 ઓક્ટોબર, 2019 થી અમલમાં ગણવામાં આવશે.

પરિવારને પણ હવે ઇઓએફપી મળતું રહેશે

મંત્રાલયે તેની નોંધમાં જણાવ્યું છે કે જો કોઈ નોકરી છોડ્યા પછી કે નિવૃત્તિ પછી કર્મચારી મૃત્યુ પામે છે તો તેની મોતથી 7 વર્ષ માટે અથવા એ સમય સુધી જ્યારે કર્મચારી 67 વર્ષનો થઈ જાય છે. બેમાંથી જે પહેલા હોય ત્યાં સુધી ઇઓએફપી આપવામાં આવે છે. આ ઉપરાંત મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, કર્મચારીનું મૃત્યુ સતત 7 વર્ષની સેવા બાદ 1 ઓક્ટોબર, 2019 પહેલા 10 વર્ષની અંદર થયું છે. તેમના પરિવારને પણ હવે ઇઓએફપી મળતું રહેશે.