નવીદિલ્હી,
મોદી સરકારનો આ બીજો કાર્યકાળ છે. પહેલો કાર્યકાળ વર્ષ ૨૦૧૪મા શરૂ થયો હતો. તે દરમિયાન સત્તામાં આવતાની સાથે જ સરકારે કરદાતાઓને ખૂબ મોટા સારા સમાચાર આપ્યા હતા. સરકારે ઇક્ધમ ટેક્સ ફ્રી લિમિટને ૨ લાખ રૂપિયાથી વધારીને ૨.૫ લાખ કરી હતી. પરંતુ, એ પછી છેલ્લા ૯ વર્ષમાં ઇક્ધમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી થયો. પરંતુ, વર્ષ ૨૦૨૩મા મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ છે. એવામાં અર્થશાીથી લઈને નાણાકીય નિષ્ણાતો સુધી દરેક માની રહ્યા છે કે, ટેક્સ ફ્રી લિમિટ વધશે. બજેટ ૨૦૨૩ થોડા દિવસોમાં જ રજૂ થવાનું છે.
મોદી સરકાર તરફથી લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના પહેલાનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. જ્યારે આ બજેટમાં, મોદી સરકાર તરફથી ઘણી જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ સાથે જ મધ્યમ વર્ગના લોકોને પણ આ વખતના બજેટમાં ટેક્સમાં છૂટ મળવાની આશા છે. જો કે, બજેટ પહેલા અમે તમને જણાવવાના છે કે હાલમાં કયા સ્લેબ હેઠળ ઈક્ધમ પર ટેક્સ આપવામાં આવે છે.
હાલમાં ભારતમાં કર વ્યવસ્થાઓ હેઠળ આવકવેરો આપવામાં આવે છે. જેમાં એકનું નામ છે ઓલ્ડ ટેક્સ રેજીમ અને બીજાનું નામ છે ન્યુ ટેક્સ રેજીમ આ બંને વ્યવસ્થાઓમાં અલગ-અલગ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની વાત કરીએ તો, આ નાણાકીય વર્ષમાં, અલગ-અલગ આવક પર ૫ ટકાથી ૩૦ ટકા સુધી ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે, તેમાં ૧૦ ટકા ટેક્સને લઈને એક મહત્વપૂર્ણ વાત છે જે લોકોએ જાણી લેવી જોઈએ.
ખરેખર, જો કોઈ વ્યક્તિ New Tax Regime મુજબ ટેક્સ ફાઇલ કરે છે અને તેની આવક વાર્ષિક ૫ લાખ રૂપિયાથી લઈને ૭.૫ લાખ રૂપિયા છે તો તેણે ૧૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ Old Tax Regime માં આવું નથી. ખરેખર, Old Tax Regime ૧૦ ટકા ટેક્સની કોઈ જોગવાઈ જ નથી.જો કોઈ વ્યક્તિ Old Tax Regime મુજબ ટેક્સ ફાઈલ કરે છે, તો તેમાં ૧૦ ટકા ટેક્સ સ્લેબ જ નથી. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩મા, જો કોઈ વ્યક્તિગત રીતે જેની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે તે ટેક્સ ફાઇલ કરે છે તો તેણે ૨.૫ લાખથી ૫ લાખ રૂપિયા સુધીની વાષક આવક પર ૫ ટકા ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે, ૫ લાખથી ૧૦ લાખ રૂપિયા વાષક આવક પર તેણે ૨૦ટકા ટેક્સ ચૂકવવો પડશે.