દેશના અનેક શહેરોમાં વિવિધ સ્થળોએ હુક્કા પાર્લર ખુલ્યા છે. મોટી સંખ્યામાં યુવાનો આ હુક્કા પાર્લરમાં જઈને હુક્કો પીવે છે. જેઓ હુક્કા પાર્લરમાં આવે છે અને તેમના મિત્રો સાથે ધમાલ મસ્તી કરે છે, હુક્કો પીવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના સર્વે મુજબ કર્ણાટકના 22 ટકા યુવાનો તમાકુનું સેવન કરે છે. તેમાંથી 8.8 ટકા લોકો ડ્રગ્સના બંધાણી છે.
કર્ણાટક સરકારે ‘હુક્કા’ પીવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સરકારે હુક્કા ઉત્પાદનોના વેચાણ, ખરીદી અને તેના પ્રચાર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટક રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તમામ પ્રકારના હુક્કા ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ, જાહેરાત અને પ્રચાર કરવા પર પ્રતિબંધ લાદ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને, ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે 2016-17નો ડેટા જાહેર કર્યો હતો. સર્વે અનુસાર, કર્ણાટકના 22 ટકા યુવાનો તમાકુનું સેવન કરે છે, જેમાંથી 8.8 ટકા લોકો ડ્રગ્સના બંધાણી છે. WHOના રિપોર્ટ અનુસાર 23.9 ટકા યુવાનો જાહેર સ્થળોએ તમાકુના ધુમાડાના સંપર્કમાં આવી રહ્યા છે. આ ડેટાના આધારે કર્ણાટક સરકારે હુક્કા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
સરકારી આદેશમાં એવા અભ્યાસોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે કેવી રીતે 45 મિનિટ હુક્કાનું ધૂમ્રપાન કરવું એ 100 સિગારેટ પીવાની બરાબર છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. એવી પણ વિગતો સામે આવી છે કે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે થોડા દિવસ પહેલા હુક્કા પર પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા હતા.
સરકારના કહેવા પ્રમાણે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગયા વર્ષે, બેંગલુરુના કોરમંગલામાં હુક્કા બારમાં આગની દુર્ઘટનામાં રાજ્યના અગ્નિ નિયંત્રણ અને આગ સલામતી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં અનેક લોકો પ્રભાવિત થયા હતા.
આદેશનું ઉલ્લંઘન કરવા પર COTPA (સિગારેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003), ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એક્ટ 2006, ચાઈલ્ડ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ 2015, કર્ણાટક પોઈઝન (કબજો અને વેચાણ) નિયમો 2015 અને ભારતીય દંડ સંહિતા, રાજ્ય સરકારનો આદેશ છે. કોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.