સરકારે હઝરત ઈમામ હુસૈનનું નામ અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ, કેન્દ્રીય શિક્ષણ મંત્રીને મોકલ્યો પત્ર

નવીદિલ્હી,

ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડે કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર મોકલીને શાળાના અભ્યાસક્રમમાં પયગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઈમામ હુસૈનનું નામ સામેલ કરવાની માંગ કરી છે.બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના યાસૂબ અબ્બાસે કહ્યું કે હઝરત ઇમામ હુસૈને ૧૪૦૦ વર્ષ પહેલા માનવતાને બચાવવા માટે સૌથી મોટા આતંકવાદી યઝીદ સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.એ બલિદાનની યાદમાં ભારતની સાથે સમગ્ર વિશ્ર્વમાં મોહરમ ઉજવવામાં આવે છે.

ભારતમાં મુસ્લિમોની સાથે અન્ય ધર્મના લોકો પણ હઝરત ઈમામ હુસૈનની શહાદત પર શોક મનાવે છે. તેમણે કહ્યું કે હઝરત ઈમામ હુસૈનનું નામ પણ શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ, જ્યાં ભારતને આઝાદ કરાવનારા મહાપુરુષોનું વર્ણન હોય.