દાહોદ, દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જો ટ્રક ચાલક જોડે 8 લાખ રૂપિયા હોય તો તેઓ શા માટે ટ્રક ડ્રાઇવિંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા દસ વર્ષની સજા અને આઠ લાખનો જે દંડની જોગવાઈનો નવો કાયદો લાવવામાં આવ્યો છે. તેનો સમગ્ર ગુજરાતભરમાં ટ્રક ચાલકો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. ત્યારે લીમડી નગરમાં પણ ટ્રક ચાલકો દ્વારા દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઇવે ચક્કા જામ કરીને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આ કાયદો પરત લે નહીંતર મોટી સંખ્યામાં ગુજરાતભરમાં આંદોલનો કરવામાં આવશે. ટ્રક ચાલકો 10,000 ની નોકરી કરી રહ્યા છે, તેઓ આટલું મોટું વળતર સરકારને કઈ રીતે ચૂકવી શકે જો ઘટના બને તો જો ટૂંક સમયમાં કાયદો પરત લેવામાં ન આવે તો ટ્રક ચાલકો સમગ્ર ગુજરાતમાં ટ્રક ચલાવવાના બંધ કરી દેશે અને સરકાર સામે વિરોધ નોંધાવશે તેમ જણાવ્યું હતું.