નવો નિયમ: સરકારની સ્પષ્ટતા, 25 કિલોથી વધારે વજન ધરાવતા પેકેટ અથવા બોરી પર નહીં લાગે GST

  • આજથી લાગૂ થઈ રહ્યા છે નવા નિયમ
  • જીવન જરૂરિયાતની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવી
  • સરકારે અમુક નિયમો બદલાયા છે, તે જાણવા ખૂબ જરૂરી

જો 25 કિલોથી વધારે વજન ધરાવતા પેકેટમાં ખાવાનો કોઈ સામાન હશે, તો તેના પર કોઈ જીએસટી નહીં લાગે. આ પેકેટમાં દાળ, ચોખા, ઘઉં, લોટ, અનાજ સામેલ છે. આ નિયમ 25 લીટર માટે પણ છે. એટલે કે, 25 કિલો અથવા 25 લીટરથી વધારે પેકેટમાં કોઈ સામાન વેચી રહ્યું છે, તો તેના પર જીએસટી નહીં લાગે. હકીકતમાં 18 જૂલાઈથી અમુક સામાન મોંઘો થવા જઈ રહ્યો છે. કારણ કે, સરકારે ટેક્સ છૂટના દાયરામાંથી કેટલાય સામાન કાઢી નાખ્યા છે. આ સામાનમાં પ્રીપેક્ડ પ્રોડક્ટ છે, જે પહેલાથી પેકિંગમાં આવે છે. 

પેકેટબંધ સામાનમાં દહીં, પનીર વગેરેના રેટ પણ સોમવારથી વધી ગયા છે કારણ કે જીએસટી કાઉંસિલે આ પ્રોડક્ટ પર 5 ટકા ટેક્સ લગાવી દીધો છે. આવી જ રીતે અન્ય પણ કેટલાય સામાન છે, જેમાં લસ્સી, મઘ, સુકા મખાના, સુકા સોયાબિન અને વટાણા વગેરે પર પણ ટેક્સ લાગૂ થયો છે. આ ઉપરાંત ઘઉં અને ચોખા જેવા પેકેટબંધ સામાન પર પણ ટેક્સ લાગશે. આ તમામની વચ્ચે સરકારે જણાવ્યું છે કે, 25 કિલોથી વધારે વજનવાળા લોટ, ચોખા તથા અન્ય સામાનના પેકેટ પર કોઈ જીએસટી લાગશે નહીં.

સરકારની સ્પષ્ટતા

ટેક્સ પર સામાન્ય લોકોની વધતી ચિંતાઓને જોતા સરકારે પ્રી પેકેઝ્ડ અને લેબેલ્ડ કમોડિટીની કેટેગરી વિશે જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે, 25 કિલોથી વધારે વજન લોટ, ચોખા, દાળ અને અનાજના પેકેટ આ કેટેગરીમાં આવતા નથી. તેથી આ પ્રકારના પેકેટ પર કોઈ જીએસટી લાગશે નહીં.

સરળ ભાષામાં સમજીએ તો, છૂટક વેચાણ માટે 25 કિલોવાળી લોટની થેલી અથવા બોરી પર 5 ટકા જીએસટી લાગશે, આ હિસાબથી ગ્રાહકને પણ પૈસા આપવા પડશે. પણ જો તો ગ્રાહક 30 કિલો લોટનું પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જીએસટી નહીં લાગે. કેન્દ્રીય નાણામંત્રાલય તરફથી સોમવારે આ બાબતને લઈને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. અહીં પ્રી પેકેઝ્ડ ફુડ આઈટમનો અર્થ એવા ખાદ્ય પદાર્થો સાથે છે, જે ગ્રાહકોને વેચતા પહેલા કોઈ પેકેટમાં અથવા રેપરમાં લપેટેલા હોય. આ પ્રોડક્ટ પર સરકારે જીએસટીનું એલાન કર્યું છે, જેનો નિયમ 18 જૂલાઈથી લાગૂ થઈ ગયો છે.