સુપોષિત કિશોરી, સશક્ત ગુજરાતની નેમને પુરી કરવા માટે દાહોદ જીલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પાયારૂપ કામગીરી કરવામાં આવી રહી છે. આઈસીડીએસ વિભાગ અંતર્ગત દાહોદ જીલ્લાના ઘાંચીવાડ આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા કિશોરી એવી કિશોરી મલેક શનાફાતેમાં ઇકબાલભાઈ આ યોજનાનો લાભ લીધો. તેમને દર મહિનાના 4 મંગળવારે પૂર્ણાશક્તિ પ્રી-મિક્સ પેકેટ ફ્રીમાં આપવામાં આવે છે. આંગળવાડી કાર્યકર્તાના માર્ગદર્શન હેઠળ તેમણે પૂર્ણાશક્તિ પ્રીમિક્સ માંથી થેપલા, શીરો, મુઠીયા વગેરે વાનગી બનાવી ભોજનમાં લેવાનું શરૂ કર્યું છે. જેનાથી તેમનો શારીરિક વિકાસ થયો. તેમનામાં નબળા શરીરમાં બળ આવ્યું. પહેલા તેઓ કોઈપણ કામ કરતા થાકી જતા પૂર્ણા શક્તિનો ભોજનમાં ઉપયોગ કરતા તેઓ સ્ફુરતીનો અનુભવ કરી રહ્યા છે. લાભાર્થીએ ગામની અન્ય કિશોરીઓને પણ આ યોજનાને લાભ લેવા માટે અનુરોધ કર્યો છે સાથે જ સરકારનો આભાર માન્યો હતો.