સરકાર મફત રેવડી સિસ્ટમ પર શ્વેત પત્ર લાવે,પૂર્વ આરબીઆઈ ગવર્નર

નવીદિલ્હી, રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ એટલે કે મફતની રેવડી અંગે સરકાર દ્વારા શ્ર્વેતપત્ર લાવવાની જરૂર છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે આ વાત કહી છે ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું, ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકારની જવાબદારી છે કે લોકોને આ મફત ભેટોના ફાયદા અને ગેરફાયદા વિશે જાગૃત કરે.તેમણે કહ્યું કે ફ્રીબીઝ અને રાજકીય પક્ષોને આમ કરવાથી કેવી રીતે રોકી શકાય તેના પર વ્યાપક ચર્ચાની જરૂર છે.

ફ્રીબીઝને બોલચાલમાં ’રેવડી’ કહેવામાં આવે છે અને તે આપવાની પ્રથાને ’રેવડી કલ્ચર’ કહેવામાં આવે છે.તેમણે કહ્યું કે ભારત જેવા ગરીબ દેશમાં સમાજના સૌથી નબળા વર્ગના લોકોને કેટલીક મફત સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. ઉપરાંત, આ મફત સુવિધાઓ કેટલા સમય માટે જરૂરી છે તે તપાસો.