સરકાર આર્થિક મોરચે જબરદસ્ત નિષ્ફળ, જીડીપી ખાધ ત્રણ ગણી વધી: ખડગે

નવીદિલ્હી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગલસૂત્ર, મટન, મછલી, મુઘલ અને મુજરાની વાત કરે છે, પરંતુ મેક ઇન ઇન્ડિયાની વાત કરતાં નથી, ક્યાંથી કરે. તેનું કારણ એ છે કે વડાપ્રધાન મોદી અને તેમની સરકાર છેલ્લા દાયકામાં આર્થિક મોરચે તદ્દન વિફળ રહી છે.

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન સરેરાશ આર્થિક વૃદ્ધિદર ૭.૮૫ ટકા હતો. જ્યારે મોદી શાસિત એનડીએના ૨૦૧૪થી ૨૦૨૨ના સમયગાળા દરમિયાન સરેરાશ આર્થિક વૃદ્ધિદર ૬.૦ ટકા રહ્યો હતો.

કોંગ્રેસ શાસિત યુપીએ દરમિયાન ૨૦૦૪થી ૨૦૧૦ દરમિયાન ભારતની નિકાસમાં ૧૮૬.૫૯ ટકાના દરે અને ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૯૪.૩૯ ટકાના દરે વૃદ્ધિ થઈ હતી. તેની સામે મોદીના એનડીએના શાસનકાળમાં ૨૦૧૪થી ૨૦૨૦ દરમિયાન નિકાસમાં ૨૧.૧૪ ટકાના દરે અને ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ૫૬.૮૬ ટકાના દરે વધી હતી. ૫૬ ઇંચની છાતીના ધબકારા, એપ-પ્રતિબંધ અને નકલી રાષ્ટ્રવાદ હોવા છતાં, મોદીજીએ તે સુનિશ્ચિત કર્યું કે ચીન ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બને. ગલવાનમાં આપણા બહાદુર સૈનિકોના સર્વોચ્ચ બલિદાન પછી, મોદીજીની ચીનને ક્લીન ચિટ, એક એડ-ઓન ગિટ લઈને આવ્યા! ભારતમાં ચાઈનીઝ માલસામાનની આયાત મૂલ્ય જૂન ૨૦૨૦ માં ઇં૩.૩૨ બિલિયનથી વધીને જુલાઈ ૨૦૨૦ માં ઇં૫.૫૮ બિલિયન થઈ ગયું એટલે કે ૬૮% નો જંગી વધારો થયો. ભારતની ચીની ચીજવસ્તુઓની આયાત વચ્ચેનો તફાવત માત્ર ગયા વર્ષે જ ભારતની નિકાસ કરતાં ૭ લાખ કરોડ વધુ છે.

મોદીજીના નેતૃત્વમાં ભારતે ૨૦૨૩-૨૪માં ચીન, રશિયા, સિંગાપોર અને કોરિયા સહિત તેના ટોચના ૧૦ વેપારી ભાગીદારોમાંથી ૯ સાથે વેપાર ખાધ નોંધાવી છે. મોદીજીના શાસનમાં ભારતની વેપાર ખાધમાં રેકોર્ડ ૧૯૪.૧૯% નો વધારો થયો!! કોંગ્રેસ-યુપીએ ૨૦૧૩-૧૪ ના શાસનમાં આ વેપારખાધ ૮.૧ લાખ કરોડ હતી, જે મોદી-એનડીએ ૨૦૨૩-૨૪ના શાસનમાં વધીને ૨૩.૮૩ લાખ કરોડ પર પહોંચી હતી. ખડગેની આ ટવીટનો મોદીએ જવાબ આપ્યો હતો અને તેની સાથે મોદી સમર્થકો એનડીએ ટુ યુપીએ કરતાં કેવી રીતે સારી તે આંકડા સાથે તૂટી પડ્યા હતા અને ખડગેને વળતો જવાબ આપ્યો હતો.