જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, પહેલાથી જ સતર્ક ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ઘૂસણખોરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ જમ્મુના સાંબા સેક્ટરમાં મ્જીહ્લએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોમાં ભારે વધારો થયો છે.
માહિતી અનુસાર, ૩૧ જુલાઈ/૦૧ ઓગસ્ટ ૨૦૨૪ ની મયરાત્રિ દરમિયાન, એલર્ટ બીએસએફ જવાનોએ સાંબા સેક્ટરમાં સરહદ નજીક શંકાસ્પદ ગતિવિધિ યાનમાં લીધી હતી. બીએસએફે જોયું કે એક ઘૂસણખોર વાડ તરફ આગળ વધી રહ્યો છે. બીએસએફના જવાનોએ ઘૂસણખોરને ઠાર માર્યો અને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.
બીજી તરફ ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના રોમિયો ફોર્સે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓના સહયોગી મોહમ્મદ ખલીલને પૂંચના મગનારમાં પકડી લીધો છે. તે પોલીસ કસ્ટડીમાં છે અને વધુ કડીઓ માટે તપાસ ચાલી રહી છે. મોહમ્મદ ખલીલ પાસેથી વિદેશી પિસ્તોલ મળી આવી છે. એક સક્રિય પાક વોટ્સએપ નંબર ટ્રેસ કરવામાં આવ્યો છે જેના દ્વારા એક હેન્ડલર તેને કામે રાખતો હતો. ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની રોમિયો ફોર્સે રાજૌરી સેક્ટરના કાલાકોટ વિસ્તારમાં એક બેઝ પર સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અહીંથી એક હંગેરિયન એકે ૬૩ડી હથિયાર મળી આવ્યું છે.