સરફરાઝને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ ન કરવો થોડું આશ્ર્ચર્યજનક છે.: ગાવસ્કર

મુંબઇ, વેસ્ટઈન્ડિઝ સામે ટેસ્ટ અને વનડે સીરિઝ માટે શુક્રવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ આલોચનાઓનો સામનો કરી રહેલા રોહિત શર્માને જ ફરીથી કેપ્ટન્સીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાં જ અનુભવી બેટ્સમેન ચેતેશ્ર્વર પુજારા અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવની ટીમમાંથી છૂટ્ટી કરી દેવામાં આવી છે.

ખાસ વાત એ છે કે યશસ્વી જાયસવાલ અને ૠતુરાજ ગાયકવાડને પહેલી વખત ટેસ્ટ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. જોકે ઘરેલુ ક્રિકેટમાં રનનો વરસાદ કરનાર સરફરાજ ખાનને નિરાશા હાથ લાગી છે. સરફરાઝને ટીમમાં જગ્યા ન મળવા પર ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો ગુસ્સો સાતમા આસમાને છે. ગાવસ્કરે આ મામલામાં બીસીસીઆઈની સિલેક્ટર સમિતિનો ક્લાસ લઈ લીધો છે.

ગાવસ્કરે જણાવ્યું, સરફરાઝને જણાવવું જોઈએ કે તેના પ્રદર્શન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. નહીં તો રણજી ટ્રોફી રમવાનું બંધ કરી દે. સ્પષ્ટ કહી દે કે તેનો કોઈ ફાયદો નથી. તમે ફક્ત આઈપીએલ રમો છો અને વિચારો છો કે તમે રેડ બોલ ક્રિકેટ માટે પણ સારા છો.

૨૫ વર્ષના સરફરાઝ ખાનને અત્યાર સુધી ૩૭ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૩૫૦૫ રન બનાવ્યા છે. જેમાં ૧૩ સેન્ચુરી અને ૯ હાફ સેન્ચુરી છે. સરફરાઝ ખાન ઉચ્ચતમ સ્કોર અણનમ ૩૦૧ અને સરેરાશ લગભગ ૯૦ની છે. આ શાનદાર રેકોર્ડ છતાં સરફરાઝને ટેસ્ટ ટીમમાં સિલેક્ટ ન કરવો થોડું આશ્ર્ચર્યજનક છે. જો ૠતુરાજ ગાયકવાડને વનડે અને ટી-૨૦ પરફોર્મન્સના આધાર પર ટેસ્ટ ટીમમાં જગ્યા મળી શકે છે. તો સરફરાઝ ખાનને પણ તેમના ઘરેલુ ક્રિકેટમાં પ્રદર્શનના આધાર પર તક મળી શકે છે.

સુનીલ ગાવસ્કરનું માનવું હતું કે વર્લ્ડ કપને યાનમાં રાખતા સીનિયર ખેલાડીઓને થોડો વધારે બ્રેક મળવો જોઈતો હતો. ગાવસ્કર કહે છે, તેમને ૨૦, ૨૫ જુલાઈ સુધી રજા આપવી જોઈ હતી. હવે જાહેરત રીતે આ ટીમ ૧ કે ૨ જુલાઈથી વોર્મઅપ મેચો માટે ઉતરવાની છે. તો તેમને કેટલા દિવસનો અવકાશ મળે છે? મુશ્કેલથી ૨૦ દિવસ? તેમને ૪૦ દિવસનો બ્રેક શા માટે ન આપવામાં આવ્યો. જેથી તે એક નવા સીઝનમાં પરત આવે તો એકદમ ફ્રેસ થઈને પરત ફરે.