મુંબઈ, સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ટેસ્ટમાં ડેબ્યુ કયુ હતું. તે ભારત તરફથી ટેસ્ટ રમનાર ૩૧૧ નંબરનો ખેલાડી બન્યો હતો. આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ સરફરાઝની સાથે તેના પિતા પણ ફેમસ થઈ ગયા હતા. સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાન પોતાના પુત્રને ટેસ્ટ ડેબ્યુ કરતા જોઈને ભાવુક થઈ ગયા હતા. પરંતુ જે ચર્ચાનું વિષય બન્યું એ સરફરાઝના પિતાએ પહેરેલું જેકેટ હતું.
જેકેટને લઈને ટેસ્ટના પ્રથમ દિવસે હોબાળો થયો હતો. જેકેટની પાછળ લખેલું વાકય વાંચીને લોકો વિચારી રહ્યા હતા કે નૌશાદ ખાને બીસીસીઆઈપર નિશાન સાધ્યું છે. જો કે હવે તે જેકેટની આખી સ્ટોરી સામે આવી છે. સરફરાઝના પિતાએ જે જેકેટ પહેયુ હતું તેની પાછળ જે લખ્યું હતું તેનો અર્થ હતો કે ક્રિકેટ એ જેન્ટલમેનની રમત નથી પરંતુ દરેકની રમત છે. તે સમયે આને લઈને ઘણો હોબાળો થયો હતો પરંતુ હવે સરફરાઝના પિતાએ પોતે જ આ જેકેટ પાછળની કહાની જણાવી છે. નૌશાદ ખાને એક ઈન્ટરવ્યુમાં જે કહ્યું, મેં તે જેકેટ ખાસ સરફરાઝ ખાનના ટેસ્ટ ડેબ્યુ માટે ખરીધું ન હતું. આ પહેલા પણ યારે હત્પં મારા નાના પુત્ર મુશીર ખાનની અંડર-૧૯ વર્લ્ડકપ મેચ જોવા જઈ રહ્યો હતો ત્યારે મેં તેને ખરીધું હતું. સરફરાઝનો એક કંપની સાથે કરાર છે તેથી થોડી ખરીદી થાય છે. યારે હત્પં મારા નાના પુત્ર મુશીરની મેચ જોવા જવાનું શ કયુ ત્યારે તેણે મને કેટલાક કપડા ખરીદવાની સલાહ આપી અને મેં તે જેકેટ ખરીધું હતું.
સરફરાઝ ખાનના પિતાના કહેવા મુજબ, તે જેકેટ પર જે લખ્યું હતું તે સાચું પણ છે. ક્રિકેટ હવે દરેકની રમત છે. આઈપીએલ એ માત્ર ઘર જ નહીં પરંતુ દરેક ઘરના રસોડા સુધી પહોંચ્યું છે. મહિલાઓ ૮ વાગ્યા પહેલા ભોજન બનાવી લે છે જેથી કરીને તેઓ આઈપીએલ મેચ જોઈ શકે.