- કાલોલ નર્મદા કેનાલની સાઈડોમાં વૃક્ષા રોપવા અને માવજતના બીલો પાસ કરાવા કોન્ટ્રાકટર પાસેથી લાંચ માંગી હતી.
કાલોલ,કાલોલ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની કિ.મી.160 થી 118 સુધીના નહેરના બન્ને બાજુ વૃક્ષો રોપવા તેમજ રખરખાવના ખર્ચના બીલો મંજુર કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના નાયબ વન સંરક્ષક વતી લાંચ લેતાં બે વચેટીયાને ગોધરા એસીબી એ રંગે હાથે ઝડપ્યા.
કાલોલ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલના કિ.મી.160 થી 118 સુધીના કેનાલની બન્ને બાજુમાંં વૃક્ષો રોપવા અને રખરખાવતા કોન્ટ્રાકટર આપવામાં આવ્યો હોય નર્મદા કેનાલની સાઈડોમાં વૃક્ષો રોપવા અને રખરખાવના કોન્ટ્રાકટર બીલો પાસ કરવા માટે સરદાર સરોવર નિગમ લી.ના નાયબ વન સંરક્ષક વી.એસ.તોડકર પાસેથી બીલોની રકમ પાસ કરવા બાબતે મળતાં કોન્ટ્રાકટર પાસેથી બીલો પાસ કરવા માટે 6 લાખ રૂપીયાની લાંચની માંગણી કરાઈ હતી. કોન્ટ્રાકટર લાંચની રકમ આપવા ન માંગતા હોય જેથી પંચમહાલ ગોધરા એસીબી શાખાનો સંપર્ક કરી ફરિયાદ કરતાં આજરોજ ગોધરા એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુંં હતું. જેમાં નાયબ વન સંરક્ષક વતીથી બે વચેટીયા અમિત રૈયાની અને રાકેશ ચૌહાણ આપતાં ફરિયાદીએ વચેટીયાઓને 1,00,000/-લાખ રૂપીયાની આપતાં બન્ને વચેટીયા દ્વારા કોન્ટ્રાકટરને બીલનો ચેક આપતાની સાથે એસીબી પોલીસે બન્ને વચેટીયાને ઝડપી પાડયા હતા. તેમજ નાયબ વન સંરક્ષક વી.એસ.તોડકરને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.