
બેલગ્રેડ,યુરોપિયન દેશ સર્બિયાના મ્લાડેનોવૈક શહેરમાં ગુરુવારે મોડી રાત્રે એક કારમાં સવાર હુમલાખોરે રસ્તા પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. આ દરમિયાન ૮ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું- હુમલાખોરની ઉંમર ૨૧ વર્ષ છે. અમને મળેલી માહિતી મુજબ તે કારમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની પાસે ઓટોમેટિક ગન હતી. ફાયરિંગ કરીને હુમલાખોર ફરાર થઈ ગયો હતો. તેની શોધ ચાલુ છે.

છેલ્લા બે દિવસમાં આ બીજી ઘટના બની છે. આ પહેલા ૩ મેના રોજ રાજધાની બેલગ્રેડની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે એક જ વર્ગના ૯ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફાયરિંગ ૧૪ વર્ષના છોકરાએ કર્યું હતું. તે ૭મા ધોરણનો વિદ્યાર્થી છે. તેની ધરપકડ કરવામાં આવી હતી.
મ્લાડેનોવૈક શહેર રાજધાની બેલગ્રેડથી લગભગ ૫૦ કિલોમીટર દૂર છે. ગોળીબાર બાદ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ હુમલાખોરને શોધી રહી છે. શહેરના દરેક વિસ્તારમાં ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે. પોલીસ લોકોના વાહનોની પણ તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું હતું કે – આરોપી આ શાળાના ધોરણ ૭નો વિદ્યાર્થી છે. ફાયરિંગ કર્યા બાદ તેણે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેની શાળાની બહારથી ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અને શાળાના સુરક્ષા કર્મચારીઓએ તેને પકડવા ભારે જહેમત ઉઠાવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું- મેં જોયું કે એક સિક્યુરિટી ગાર્ડ ટેબલ નીચે છુપાયો હતો. તેને પણ ગોળી વાગી હતી. બે છોકરીઓ ક્લાસ રૂમની બહાર ઈજાગ્રસ્ત મળી આવી હતી.
સ્કૂલ મેનેજમેન્ટે કહ્યું- અમને ખબર નથી કે ઘટનાનું કારણ શું છે. સ્કૂલમાં આરોપીઓનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે. તે થોડા દિવસ પહેલા જ આ શાળામાં આવ્યો હતો. તેણે આ ઘટના શા માટે અંજામ આપ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાના અડધા કલાક બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તે આ જ શાળાનો વિદ્યાર્થી હતો.રિપોર્ટ્સ અનુસાર હુમલામાં વિદ્યાર્થીઓની સાથે કેટલાક શિક્ષકો પણ ઘાયલ થયા છે. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો. એક સુરક્ષા ગાર્ડનું પણ મોત થયું હતું.