સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર બલૈયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ,ફતેપુરા તાલુકાના બલૈયા ગામે સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ખાતે ભૌતિક વૈજ્ઞાનિક ડો. સી.વી. રામનની યાદમાં 28 ફેબ્રુઆરી 2024ના રોજ વિકસિત ભારત માટે સ્વદેશી ટેક્નોલોજી થીમ આધારિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ટેક્નોલોજીના માધ્યમથી દેશની સમસ્યાઓનું સરળીકરણ કેવી રીતે કરી શકાય તે માટે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને તેના વિવિધ પાસાઓ અંગે જાણે અને સમજે અને ભવિષ્યમાં દેશને સી.વી.રામન જેવા અનેક વૈજ્ઞાનિકો મળે તથા અવનવી તકનીક કે શોધ કરવા પ્રેરાય અને દેશની વિકાસ ગાથાના સાથી સહયોગી બને તેવા આશયથી વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના મંત્રી નિલમબેન એસ પંચાલ, ડો. ભુપેન્દ્રભાઈ બારીયા, વાલી અગ્રણીકમલેશભાઈ પ્રજાપતિ, આચાર્ય પીયૂષભાઈ પટેલ, શિક્ષક સ્ટાફગણ, તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના ધોરણ બે થી આઠ સુધીના 90 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ આકર્ષક અને અવનવી કૃતિઓ બનાવી હતી.

કાયક્રમના સહભાગી વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. ટ્રસ્ટ પરિવાર વતી તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા