સરગવાની ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા મળી રહી છે સહાય

  • સરગવાની ખેતીમાં સહાય યોજનાનો લાભ લેવા દાહોદનાં ખેડૂતોએ આગામી 31 મે સુધીમાં આઇખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

બાગાયત વિભાગ, ગુજરાત રાજય દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરગવાની ખેતીમાં સહાય યોજના કાર્યરત છે. આ યોજનાના મુજબ પ્લાંન્ટીગ મટીરીયલ ખરીદીમાં રૂ.8000/- યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.4000/ હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂ. 6000 હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.

સરગવાની ખેતી ખર્ચ માટે સહાય ઘટક મુજબ રૂ.17000 યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.8500 હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિ જનજાતિના ખેડૂતને રૂ.12750 હેકટરની મર્યાદામાં સહાય આપવામા આવશે.

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2023-24 માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.31.5.2023 સુધી સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબર: 233 થી 235, બીજો માળ, દાહોદ – ફોન નં 02673-239251 કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. સરકારની આ યોજનાનો અવશ્ય લાભ લેવા નાયબ બાગાયત નિયામકએ જણાવ્યું છે.