સરાડીયાના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી વિરપુર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

  • સરાડીયા ચારણગામ મુખ્ય રસ્તા પરના નાળા બંધ થતા રસ્તા પર પાણી ફરી વળતા હાલાકી.

પહાડીયાના માળીયા વિસ્તારના મુખ્ય ડામર રસ્તા પરનું નાળુ બંધ કરવામાં આવતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યાં. અવિરત વહેતા પાણીથી સ્થાનિકો અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રસ્તા પર અવર જવર કરતા બાયક ચાલકો પાણીમાં ખાબક્યા હતા અને નાની મોટી ઈજાઓ થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે રાત્રિના અંધકારમાં કોઈ બાયક ચાલક ઉબડ ખાબડ રસ્તાના પાણીમાં ખાબકે તો મોટી ઈજાઓ અને જાનહાનિ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે, તેમજ શાળાએ જતા બાળકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સરાડીયાના ગ્રામજનોએ ગ્રામ પંચાયતના તંત્રને રજુઆત કરવામાં આવતા વહીવટી તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેવું પણ રટન કરયુ હતું. પાણીનો યોગ્ય નિકાલ ના થતા ગામલોકોમાં ભભુક્તિ જવાળામુખી જેવો ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક બંધ નાળાને ખુલ્લું કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી હતી.