
મુંબઇ, અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્ર્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી.
અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્ર્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી, આ દરમિયાન તે નંદી હોલમાં બાબા મહાકાલની ભક્તિમાં લીન જોવા મળી હતી.
મહાકાલ મંદિરના પૂજારી પંડિત સંજય ગુરુએ જણાવ્યું, સારા અલી ખાન બાબા મહાકાલની ભક્ત છે. તે સમય મળતાં જ બાબા મહાકાલના દર્શન કરવા આવતી રહે છે. આજે સવારે પણ તે ભસ્મ આરતીમાં ભાગ લેવા માટે મહાકાલ મંદિર પહોંચી હતી. જ્યાં તેણે ગર્ભગૃહમાં પહોંચીને બાબા મહાકાલની પૂજા કરી હતી, ત્યારબાદ તે નંદી હોલમાં બાબા મહાકાલની ભક્તિમાં લીન જોવા મળી હતી.