મુંબઇ,
ક્રિકેટ અને બોલીવુડ જગત વચ્ચે દાયકાઓથી મીઠા સંબંધો છે. બોલીવુડના કલાકારો અને ક્રિકેટરો વચ્ચેના સંબંધોના કિસ્સા અનેક વખત સામે આવી ચૂક્યા છે. હવે બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને જાણીતા ક્રિકેટર શુબમન ગીલ વચ્ચે ઇલું ઇલું ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ બાબતે હજી સુધી બંને દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેઓ અવારનવાર જાહેર જગ્યાઓ પર સાથે જોવા મળે છે.
હવે સારા અને શુબમન ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે. જેમાં બંને બંને એકબીજા સાથે જોવા મળે છે.
ભારતીય ક્રિકેટર શુબમન ગિલે તાજેતરમાં જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં જોરદાર સદી ફટકારી હતી. ધુઆધાર બેટિંગ બાદ ચારે તરફ તેની વાહ વાહ થઈ રહી છે. આ દરમિયાન સારા અલી ખાન સાથે તેનો એક ખાસ ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને બાજુ બાજુમાં બેસીને વાત કરતા જોવા મળે છે. બંનેની આસપાસ અન્ય કોઈ નથી. ચાહકે આ તસવીર છૂપાઈને લીધી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. અહીં તમે બંનેની તસવીર જોઈ શકો છો.
સારા અને શુભમનની આ તસવીર કોઈ રેસ્ટોરન્ટની નહીં, પરંતુ અમદાવાદ એરપોર્ટની હોવાનું કહેવાય છે. ચાહકોનું માનવું છે કે, બંને પ્રાઈવેટ ટાઇમ વિતાવવા માટે ટ્રાવેલ પ્લાન કરીને નીકળ્યા છે. ચાહકો બંનેના ડેટિંગની અફવાથી રોમાંચિત છે. જોકે, હજી સુધી બંને એ પોતાના સંબંધો અંગે કોઈ ફોડ પાડયો નથી.
અહીં ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ઇન્દોરમાં રમાઇ હતી. આ મેચમાં દર્શકો શુબમન ગિલના નામથી વારંવાર બૂમો પાડી રહ્યા હતા. હમારી ભાભી કૈસી હો, સારા ભાભી જેસી હો તેવા સૂત્રો પોકારી રહ્યા હતા. વિરાટ કોહલીએ આ સાંભળતા જ તેણે દર્શકોને વધુ જોરથી બૂમો પાડવા કહ્યું હતું. તે સમયે પણ શુબમન ગિલ હસી રહ્યો હતો.