સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. જેમાં સુરતના રહેવાસી સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 22 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6ની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, બસમાં કુલ 66 લોકો સવાર હતા.
સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અક્સ્માત સર્જાયો હતો. જેમાં પ્રવાસે આવેલા લોકોની લકઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. જેથી ઘણા લોકો લકઝરી નીચે દબાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઉંધી વળી ગઈ હતી. જો કે ઘટનાને પગલે પોલીસ અને ફાયરની બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. JCB અને ક્રેનનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવામાં આવી હતી.ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
સુરતથી પ્રવાસે આવેલા ભરત ચૌહાણે જણાવ્યું હતું કે, અમે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે, બસવાળાએ આઈસરવાળાને ઓવરટેક કર્યો હતો. જે દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. અમે 18 લોકો ફરવા આવ્યા હતા. જો કે બસમાં કુલ 65 લોકો સવાર હતા.બસમાં સવાર કુલ 66 લોકોમાંથી 57 પ્રવાસીઓ હતા. જેમાંથી સુરતના એક જ પરિવારના 2 સગા ભાઈ-બહેનના મોત થયા હતા. જ્યારે 22 લોકો ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવાથી 2ને આહવા સિવિલમાં અને 4ને સુરત સિવિલમાં રિફર કરાયા છે. જ્યારે 6 લોકોને સામાન્ય ઈજાઓ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઘાયલોની યાદી
- સુલતાના અનવર સૈયદ (ઉં.વ.60)
- અલીના અમીર સૈયદ (ઉં.વ.8)
- શૈયદ હીના આમીર (ઉં.વ.13)
- શૈયદ આશીયા આમીર (ઉં.વ.9)
- મોહમદ જુનેદ રફીક પઠાણ (ઉં.વ.29)
- મુતાજ શેખ રફીક (ઉં.વ.45)
- હેતલ ખોડાભાઈ કટારી (ઉં.વ.25)
- પુષ્પલતા સુરેશભાઈ બરેરા (ઉં.વ.30)
- બીનાબેન નટુભાઈ પાટીલ (ઉં.વ.37)
- દિવ્યાબેન ઘનશ્યામ ડોબરીયા (ઉં.વ.24)
- સાજીદ સૈયદ પઠાણ (ઉં.વ.39)
- યુનુસખાન યુસુફખાન (ઉં.વ.23)
- સાનીયાબાનુ શેફુલ્લાખાન (ઉં.વ.21)
- મોહમદ અમઝા (ઉં.વ.21)
- જમીલા અસ્ફાફ સેખ (ઉં.વ.30)
- અન્નારાગી ગુલામ ફરીદ શેખ (ઉં.વ.42)
- તોફીકખાન ફરીઝખાન શેખ (ઉં.વ.16)
- ઝાકીર નાસીર સૈયદ (ઉં.વ.32)
- ઝુબેર સલીમ શેખ
- કનીઝ મલીક શેખ (ઉં.વ.42)
- શબ્બીર મીયા મહમદ (ઉં.વ.50)
- ઝાવેદ નાઝીર લકડવાલા (ઉં.વ.42)
- શબ્બીર મીયામહમદ મનસુરી (ઉં.વ.50) (આહવા સિવિલમાં ખસેડાયા)
- જાવેદ નાઝીર લકડાવાલા (ઉં.વ.42) (આહવા સિવિલમાં ખસેડાયા)
- અલીના અમીર સૈયદ (ઉં.વ.8) (સુરત સિવિલમાં ખસેડાયા)
- સુલતાના અનવર સૈયદ (ઉં.વ.60) (સુરત સિવિલમાં ખસેડાયા)
- ઝાકીર નાસીર સૈયદ (ઉં.વ.32) (સુરત સિવિલમાં ખસેડાયા)
- આસીયા અમીર સૈયદ (ઉં.વ.9) (સુરત સિવિલમાં ખસેડાયા)
મૃતકના નામ
- અતીફા અસ્ફાક શેખ (ઉં.વ.7, રહે. ગોપીપૂરા સુરત મોમના વાડ)
- ઉમર અસ્ફાક શેખ (ઉં.વ.3, રહે. ગોપીપૂરા સુરત મોમના વાડ) ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.