સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૨૭ ટકા અથવા ૨૦૩ પોઇન્ટના ઘટાડા સાથે ૭૬,૪૯૦ પર બંધ થયો હતો. સેન્સેક્સ આજે વધારા સાથે ૭૬,૯૩૫.૪૧ પર ખુલ્યો હતો. બજાર બંધ સમયે, સેન્સેક્સ પેકના ૩૦ શેરોમાંથી, ૧૪ શેર લીલા નિશાન પર અને ૧૬ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૧૩ ટકા અથવા ૩૦ પોઇન્ટના ઘટાડા સાથે ૨૩,૨૫૯ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૨૭ શેર લીલા નિશાન પર હતા અને ૨૩ શેર લાલ નિશાન પર હતા.

નિફ્ટી પેક શેર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટમાં સૌથી વધુ ૩.૨૬ ટકા, ગ્રાસિમમાં ૨.૪૩ ટકા, હીરો મોટોકોર્પમાં ૨.૩૦ ટકા, સિપ્લામાં ૨.૧૨ ટકા અને પાવર ગ્રીડમાં ૨.૦૯ ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો ટેક મહિન્દ્રામાં ૨.૬૬ ટકા, ઇન્ફોસિસમાં ૨.૩૧ ટકા, વિપ્રોમાં ૧.૮૮ ટકા, એલટીઆઈ માઇન્ડટ્રીમાં ૧.૫૯ ટકા અને બજાજ ફાઇનાન્સમાં ૧.૫૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો સૌથી વધુ ઉછાળો નિફ્ટી મીડિયામાં ૧.૮૬ ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ફાર્મા ૧ ટકા, નિફ્ટી ઑટો ૦.૦૧ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૦૭ ટકા, નિફ્ટી પીએસયુ બૅક્ધ ૦.૭૧ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૩૨ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૦.૬૧ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ઇન્ડેક્સ ૦.૭ ટકા અને ડ્યુરબલ્સ ૭ ટકા ઘટ્યા હતા. નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૫૫ ટકા નોંધાયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં ૦.૦૮ ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેક્ધમાં ૦.૦૯ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૩૮ ટકા, નિફ્ટી આઈટીમાં ૧.૮૩ ટકા અને નિફ્ટી બેક્ધમાં ૦.૦૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો.