સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૭૮ ટકા અથવા ૬૨૨ પોઈન્ટના વધારા સાથે ૮૦,૫૧૯ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૦ શેર લીલા નિશાન પર અને ૧૦ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે ૦.૭૭ ટકા અથવા ૧૮૬ પોઇન્ટના વધારા સાથે ૨૪,૫૦૨ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૩૪ શેર લીલા નિશાન પર અને ૧૬ શેર લાલ નિશાન પર હતા. અમેરિકામાં જૂન મહિનામાં ફુગાવામાં અપેક્ષિત કરતાં મોટા ઘટાડાને કારણે યુએસ ફેડ રેટ કટની શક્યતા વધી છે. જેના કારણે આજે આઈટી શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.
નિફ્ટી પેક શેરોમાં આજે સૌથી મોટો વધારો ટીસીએસમાં ૬.૫૯ ટકા, વિપ્રોમાં ૪.૬૬ ટકા, એચસીએલ ટેકમાં ૩.૩૦ ટકા, ઇન્ફોસિસમાં ૩.૨૫ ટકા અને ટેક મહિન્દ્રામાં ૩.૦૪ ટકા નોંધાયો હતો. તે જ સમયે, સૌથી મોટો ઘટાડો એશિયન પેઇન્ટમાં ૧.૦૧ ટકા, ડિવિસ લેબમાં ૦.૯૩ ટકા, મારુતિમાં ૦.૯૧ ટકા, ટાઇટનમાં ૦.૮૪ ટકા અને હિન્દાલ્કોમાં ૦.૮૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો આજે નિફ્ટી આઈટીએ સૌથી વધુ ૪.૫૩ ટકાનો વધારો દર્શાવ્યો હતો. આ પછી નિફ્ટી મીડિયામાં ૨.૦૮ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં ૦.૫૯ ટકા, નિફ્ટી હેલ્થકેરમાં ૦.૦૧ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં ૦.૦૭ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૦૫ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૩૫ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૦૨ ટકા અને નિફ્ટી સર્વિસમાં ૦.૦૨ ટકા બેંકમાં ૦.૦૨ ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓટોમાં ૦.૪૪ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૧૫ ટકા, નિફ્ટી પીએસયુ બેંકમાં ૦.૫૩ ટકા, નિફ્ટી રિયલ્ટીમાં ૧.૫૦ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં ૦.૫૮ ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં ૦.૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો.