સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૦૪ ટકા અથવા ૩૩ પોઇન્ટના વધારા સાથે ૮૧,૦૮૬ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૬ શેર લીલા નિશાન પર અને ૧૪ શેર લાલ નિશાન પર હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ આજે ૦.૦૫ ટકા અથવા ૧૧.૬૫ પોઈન્ટના વધારા સાથે ૨૪,૮૨૩ પર બંધ રહ્યો હતો. બજાર બંધ સમયે, નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૨૨ શેરો લીલા નિશાન પર હતા અને ૨૮ શેરો લાલ નિશાન પર હતા.
નિફ્ટી પેક શેર્સમાં શુક્રવારે બજાજ ઓટોમાં ૪.૭૪ ટકા, કોલ ઈન્ડિયામાં ૧.૭૦ ટકા, ભારતી એરટેલમાં ૧.૫૯ ટકા, ટાટા મોટર્સમાં ૧.૫૮ ટકા અને સન ફાર્મામાં ૧.૩૯ ટકાનો વધારો થયો હતો. તે જ સમયે એલટીઆઇ માઇન્ડટ્રીમાં ૧.૨૭ ટકા, વિપ્રોમાં ૧.૧૬ ટકા ઓએનજીસીમાં ૦.૯૯ ટકા અને ટાઇટનમાં ૦.૯૩ ટકાનો મહત્તમ ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે નિફ્ટી ઓટો ( ૧.૧૨) સિવાય અન્ય તમામ સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. નિફ્ટી બેક્ધમાં ૦.૧૦ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસમાં ૦.૦૬ ટકા, નિફ્ટી એફએમસીજીમાં ૦.૧૨ ટકા, નિફ્ટી આઇટીમાં ૧ ટકા, નિફ્ટી મીડિયામાં ૧.૨૯ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૩૮ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૦૮ ટકા, નિફ્ટી એસયુ બેક્ધમાં ૦.૫૯ ટકા, પી.એસ.યુ. નિફ્ટી પ્રાઈવેટ બેક્ધ ૦.૧૨ ટકા, નિફ્ટી રિયલ્ટી ૨.૪૩ ટકા, નિફ્ટી હેલ્થકેર ઈન્ડેક્સ ૦.૧૬ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૧૭ ટકા, નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ૦.૬૬ ટકા અને નિફ્ટી મિડકેર ૦.૧૦ ટકા ઘટ્યા છે.