સપા ગઠબંધનને ઝટકો: આરએલડીના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક ચૌધરી ભાજપમાં સામેલ

મુઝફરનગર,

ઉત્તર પ્રદેશના મુઝફરનગર જિલ્લાની ખતૌલી વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. રાલોદના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક ચૌધરીએ ટિકિટ ન મળતાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અયક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ અભિષેક ચૌધરીને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું.

રાષ્ટ્રીય લોકદળના રાજ્ય પ્રવક્તા અભિષેક ચૌધરીએ ખતૌલી બેઠક પરથી ટિકિટ માંગી હતી પરંતુ તેમના દાવાની અવગણના કરીને પાર્ટીએ મદન ભૈયાને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારબાદ અભિષેક ચૌધરી અને તેમના સમર્થકોએ ઇન્ડ્ઢ પ્રમુખ જયંત ચૌધરીને મંગળવારે રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપીને ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. અલ્ટીમેટમની મુદત પૂરી થયા બાદ જ અભિષેક ચૌધરી ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપના પ્રદેશ અયક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું.

અભિષેક ચૌધરીના સમર્થકોએ માંગ કરી હતી કે,, બહારના ઉમેદવારને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. આ મામલે મીડિયા સાથે વાત કરતા અભિષેક ચૌધરીએ કહ્યું કે, વિધાનસભામાં તમામ સમાજના લોકો એકત્રિત છે. લોકોએ નક્કી કર્યું છે કે, અહીં સ્થાનિક ઉમેદવારે ચૂંટણી લડવી જોઈએ. તે કોઈપણ હોય જેણે રાષ્ટ્રીય લોકદળના સમપત કાર્યકર તરીકે કામ કર્યું છે અને જે અહીં સખત મહેનત કરી રહ્યો છે. જો સ્થાનિક ઉમેદવારને ચૂંટણી લડાવી હોત તો અમે તન, મન અને ધનથી લડ્યા હોત.

જોકે, ભાજપમાં જોડાયા બાદ અભિષેક ચૌધરીએ કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, પાર્ટી તેમને જે પણ જવાબદારી આપશે તેઓ તેનું પાલન કરશે. પેટાચૂંટણી પહેલા અભિષેક ચૌધરીના ઇન્ડ્ઢ છોડવાને મહાગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે, ભાજપે ખતૌલી સીટ પરથી વિક્રમ સૈનીની પત્ની રાજકુમાર સૈનીને ઉમેદવાર બનાવ્યા છે.