સાપ પર ભરોસો કરી શકાય, પરંતુ ભાજપ પર નહીં, મમતા બેનર્જી

કોલકતા,પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી પર લોક્સભા ચૂંટણી માટે લાદવામાં આવેલી આદર્શ આચાર સંહિતાનું પાલન ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, ઝેરી સાપ પર વિશ્ર્વાસ કરી શકાય છે, પરંતુ ભાજપ પર નહીં. કૂચ બિહારમાં એક રેલીને સંબોધતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ મ્જીહ્લ અને સીઆઇએસએફ ભાજપના ઈશારે કામ કરી રહી છે.

તેમણે ચૂંટણી પંચને આની તપાસ કરવા અને બધા માટે સમાન રમતનું ક્ષેત્ર સુનિશ્ર્ચિત કરવા વિનંતી કરી. મુખ્યમંત્રીએ કહ્યું, “તમે ઝેરીલા સાપ પર વિશ્ર્વાસ કરી શકો છો, તમે તેને પાલતુ પણ કરી શકો છો, પરંતુ તમે ક્યારેય ભાજપ પર વિશ્ર્વાસ કરી શક્તા નથીપ ભાજપ દેશને બરબાદ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીઓની ધમકીઓ સામે ઝુકશો નહીં.” બેનર્જીએ કુબિહારની મહિલાઓને ૧૯ એપ્રિલે યોજાનારી ચૂંટણી પહેલા “બીએસએફ દ્વારા સ્થાનિક લોકો પર અત્યાચારની ઘટનાઓ” બને તો પોલીસ ફરિયાદ નોંધાવવા વિનંતી કરી હતી.

ટીએમસીના વડાએ કહ્યું, કેન્દ્રીય તપાસ એજન્સીઓ એનઆઇએ આવકવેરા વિભાગ,બીએસએફ અને સીઆઇએસએફ ભાજપ માટે કામ કરી રહી છે. અમે ચૂંટણી પંચને નમ્રતાપૂર્વક વિનંતી કરીશું કે તે બધા માટે સમાન રમતનું ક્ષેત્ર સુનિશ્ર્ચિત કરે. બેનર્જીએ કહ્યું કે ભાજપ માત્ર એક રાષ્ટ્ર, એક પક્ષના સિદ્ધાંતને અનુસરે છે. તેમણે નિસિથ પ્રામાણિકના સંદર્ભમાં કહ્યું કે, “તે શરમજનક બાબત છે કે જેની સામે ઘણા કેસ નોંધાયેલા છે તેને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યો છે.”